ઑસ્ટ્રેલિયા ટૂર વિરાટ ઍન્ડ ટીમ માટે આ વખતે અલગ હશે : ગૌતમ ગંભીર

04 August, 2020 01:03 PM IST  |  Mumbai | IANS

ઑસ્ટ્રેલિયા ટૂર વિરાટ ઍન્ડ ટીમ માટે આ વખતે અલગ હશે : ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્ષના અંતે બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમાવાની છે અને આ ટૂર ભારતીય ટીમ માટે અલગ સાબિત થઈ શકે છે, એવું ગૌતમ ગંભીરનું માનવું છે. આ વખતે ઑસ્ટ્રેલિયન ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર જેવા દિગ્ગજ પ્લેયર પણ રમી શકે છે, જે ભારતીય ટીમ માટે ખતરો ઊભો કરવામાં સક્ષમ છે. ચાર ટેસ્ટ મૅચની સિરીઝ ૩ ડિસેમ્બરથી શરૂ થશે અને આ વખતે ઑસ્ટ્રેલિયન ટીમ પોતાની પાછલી હારનો બદલો લેવા મહેનત કરીને મેદાનમાં ઊતરવા તૈયારી કરી રહી છે. ટૂરના સંદર્ભમાં પોતાના વિચાર પ્રગટ કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘કોહલી માટે આ પહેલી ટેસ્ટ હોય, બીજી હોય કે ગમે એટલામી હોય, ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ સાથે એક અલગ પ્રકારની રમત જોવા મળી શકે છે.

ભારત પાસે સારો એવો બોલિંગ-અટૅક છે, પણ આ વખતે જે ચૅલેન્જ સામે દેખાઈ રહી છે એ ગયા વખત કરતાં ઘણી અલગ છે. વિરાટ કોહલીએ પણ પોતાના બૅટથી જાદુ બતાવવો પડશે અને બોલરોએ પણ પોતાનો અનુભવ બતાવવો પડશે, કારણ કે આ બોલર જ તમને ટેસ્ટ ક્રિકેટ જિતાડી શકે છે.’ 

virat kohli cricket news