સ્ટાર્ક-કમિન્સને લીધે પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા મજબૂત

03 December, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝને ફૉલોઑન આપવાને બદલે રમવાનું પસંદ કર્યું, લીડ ૩૪૪ રન

નૅથન લાયન સાથે પર્થમાં વિકેટની ઉજવણી કરતો મિશેલ સ્ટાર્ક.

ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને પૅટ કમિન્સે ગઈ કાલે પર્થમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને વેસ્ટ ઇન્ડીઝને પહેલી ઇનિંગ્સમાં ૨૮૩ રનમાં ઑલઆઉટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેનાથી ઑસ્ટ્રેલિયા પહેલી ટેસ્ટ મૅચમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સ ચાર વિકેટે ૫૯૮ રન બનાવીને ડિક્લેર કરી હતી. એણે વેસ્ટ ઇન્ડીઝને ફૉલોઑન ન આપી અને ત્રીજો દિવસ પૂરો થયો ત્યારે એક વિકેટે ૨૯ રન બનાવ્યા હતા. આમ ઑસ્ટ્રેલિયાની કુલ લીડ ૩૪૪ રનની થઈ ગઈ છે. રમતનો સમય પૂરો થયો ત્યારે ડેવિડ વૉર્નર ૧૭ અને માર્નસ લબુશેન ત્રણ રને રમી રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં ઉસ્માન ખ્વાજાની વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર એક સમયે ચાર વિકેટે ૨૪૫ રનનો હતો, પરંતુ નવો બૉલ લીધા બાદ ૪૮ રનની અંદર જ ૬ વિકેટ ગુમાવી દીધી હતી. 

sports news sports cricket news