સિરીઝની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાએ વિરાટને પ્રેશરમાં મૂકવો પડશે: બ્રેટ લી

18 July, 2020 04:22 PM IST  |  New Delhi | Agencies

સિરીઝની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાએ વિરાટને પ્રેશરમાં મૂકવો પડશે: બ્રેટ લી

બ્રેટ લી

ચાલુ વર્ષના અંતે ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમાવાની છે. ચાર ટેસ્ટ મૅચની આ સિરીઝ ૩૦ ડિસેમ્બરથી શરૂ થવાની છે. આ સિરીઝમાં ભારતને પછાડી પાછલી હારનો બદલો લેવા ઑસ્ટ્રેલિયન ટીમ ઘણી આતુર છે. આ સિરીઝના સંદર્ભમાં વાત કરતાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન પ્લેયર બ્રેટ લીનું કહેવું છે કે મારા માટે નજીકના સમયમાં આવનારી એ એક બેસ્ટ સિરીઝ છે. સ્વાભાવિક છે કે યજમાન ટીમ પાછલી મળેલી હારનો બદલો લેવા ભારત સામે રમશે અને ઑસ્ટ્રેલિયા પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપશે. વ્યક્તિગત રીતે મારું માનવું છે કે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા એક સ્ટ્રૉન્ગ ટીમ છે. જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે તો તે એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ તેને વહેલી તકે પ્રેશરમાં લાવવો પડશે. કોહલીને બોલિંગ નાખતી વખતે ટીમે સતર્ક રહેવું પડશે. જો તેઓ પોતાના આ લક્ષ્યમાં સફળ થયા તો તેમને માટે સારું રહેશે. સામા પક્ષે ભારતના પેસરો પણ ઘણા બેસ્ટ ફૉર્મમાં છે.’

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયા સામેની પાછલી સિરીઝમાં જસપ્રીત બુમરાહ સૌથી સફળ ભારતીય બોલર રહ્યો હતો અને તેણે કુલ ૨૧ વિકેટ લીધી હતી.

virat kohli cricket news sports news