પૅટ કમિન્સ પપ્પા બનવાનો છે

12 May, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો વાઇસ કૅપ્ટન અને કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતો પૅટ કમિન્સ પિતા બનવાનો છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતો પૅટ કમિન્સ પિતા બનવાનો છે

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો વાઇસ કૅપ્ટન અને કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતો પૅટ કમિન્સ પિતા બનવાનો છે. તેની મંગેતર બેકી બોસ્ટને થોડો સમય પહેલાં તેનો એક બીચ પરનો ફોટો શૅર કર્યો હતો જેમાં તે પ્રેગ્નન્ટ હોય એ સ્પષ્ટ જણાતું હતું. હમણાં મધર ડેના દિવસ તેણે ફરી બેબી-બમ્પ સાથેનો સેલ્ફી શૅર કર્યો હતો અને લખ્યું હતું, ‘ફર્સ્ટ મધર ડે વિથ માય મિની બમ્પ. મારી આ ખુશી હવે હું વધારે છુપાવી શકું એમ નથી. બેબી બોસ્ટન કમિન્સ આ સ્પ્રિન્ગ સીઝનમાં આવી રહ્યું છે અને અને તેને મળવા અમે ખૂબ ઉત્સાહી છીએ.’
કલકત્તા ટીમે પણ કમિન્સને અભિનંદન આપતાં લખ્યું હતું કે ‘મધર ડેના દિવસે શાનદાર ન્યુઝ.’

આઇપીએલ સસ્પેન્ડ થઈ જતાં કમિન્સ અત્યારે બીજા સાથીઓ સાથે મૉલદીવ્ઝમાં છે અને કદાચ ૧૫ મે બાદ ઑસ્ટ્રેલિયા જવા રવાના થશે. 

cricket news sports news australia kolkata knight riders