ઓસ્ટ્રેલિયાએ ઇનીંગ અને 5 રનથી પાકિસ્તાનને માત આપી સીરિઝમાં 1-0થી આગળ

25 November, 2019 02:45 PM IST  |  Brisbane

ઓસ્ટ્રેલિયાએ ઇનીંગ અને 5 રનથી પાકિસ્તાનને માત આપી સીરિઝમાં 1-0થી આગળ

ઓસ્ટ્રેલિયાએ ઇનીંગ અને 5 રને પાકિસ્તાનને માત આપી

(આઇ.એ.એન.એસ.) પાકિસ્તાન-ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં યજમાન ટીમે પાંચ રન અને એક ઇનિંગથી મૅચ જીતી લીધી છે અને બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ લઈ લીધી છે. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં બનાવેલા ૫૮૦ રનની મદદથી પાકિસ્તાન પર ૩૪૦ રનની લીડ બનાવી લીધી હતી, પણ મહેમાન ટીમ બીજી ઇનિંગમાં ૩૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

બાબર આઝમે ૧૩ બાઉન્ડરીની મદદથી ૧૦૪ રન કર્યા હતા, જ્યારે વિકેટકીપર મોહમ્મદ રિઝવાન ૯૫ રને હેઝલવુડનો શિકાર બન્યો હતો અને પાંચ રને સેન્ચુરી ચૂકી ગયો હતો. યાસિર શાહ ૪૨ રન કરીને આઉટ થયો હતો. ઓપનિંગ બૅટ્સમૅન શાન મસૂદ પણ ૪૨ રને આઉટ થયો હતો. આ ચાર પ્લેયર સિવાય પાકિસ્તાનના ૬ પ્લેયો ૧૦ રનનો આંકડો પણ પાર કરી શક્યા ન હોતા.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયા વતી જોશ હેઝલવુડે સૌથી વધારે ચાર વિકેટ મેળ‍વી હતી. મિચેલ ર્સ્ટાકે ત્રણ, પેટ કમિન્સે બે અને નૅથન લાયનને એક વિકેટ મળી હતી. માર્નસ લબુશેનને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને ટીમ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મૅચ ૨૯ નવેમ્બરથી રમાશે.

cricket news australia pakistan sports news