પાકિસ્તાન પર ભારે પડ્યો સ્મિથ, ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે જીતી મેચ

06 November, 2019 01:30 PM IST  |  Mumbai

પાકિસ્તાન પર ભારે પડ્યો સ્મિથ, ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે જીતી મેચ

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

(મિડ-ડે પ્રતિનિધિ) ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બીજી ટી૨૦ મૅચ યજમાન ટીમે સાત વિકેટે સરળતાથી જીતી લેતાં ત્રણ મૅચોની સિરીઝમાં ૧-૦થી લીડ લીધી છે. વરસાદને કારણે પહેલી મૅચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. સ્ટીવન સ્મિથને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. મહેમાન ટીમે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે સ્ટીવન સ્મિથના નાબાદ ૮૦ રનની મદદથી મૅચ સરળતાથી પોતાના નામે કરી લીધી હતી. ૫૧ બૉલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિક્સરની મદદથી સ્મિથે આટલા રન બનાવ્યા હતા અને ટીમે ૧૮.૩ ઓવરમાં જ ૧૫૧ રનનો લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો.

પાકિસ્તાને પહેલા બેટીંગ કરતા 150 રન કર્યા
પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનું પસંદ કર્યું અને વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવી 150 રન કર્યા હતા. બાબર આઝમની હાફ સેન્ચુરી અને ઇફ્તિખાર અહમદના નૉટઆઉટ 62 રનના કારણે ટીમ આટલો સ્કોર કરી શકી હતી. બાકી મહેમાન ટીમના ત્રણ પ્લેયર દસ રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા. ઍસ્ટોન આગરે ચાર ઓવરમાં 23 રન આપી 2 વિકેટ મેળવી હતી.

આ પણ જુઓ : Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

કાંગારૂઓએ આ મૅચ જીતી લેતાં પાકિસ્તાન માટે હવે છેલ્લી ટી૨૦ મૅચમાં કરો યા મરોની સ્થિતિ થવાની છે. જો પાકિસ્તાન ત્રીજી મૅચ જીતી પણ જાય તો સિરીઝ ડ્રો થશે અથવા તો તે આ સિરીઝ ગુમાવી દેશે. છેલ્લી ટી૨૦ મૅચ આઠમી નવેમ્બરે પર્થમાં રમાશે.

cricket news australia pakistan steve smith