વિકેટ ગુમાવ્યા વગર ઑસ્ટ્રેલિયાએ જીતી છેલ્લી ટી૨૦ મૅચ

09 November, 2019 12:00 PM IST  |  Mumbai

વિકેટ ગુમાવ્યા વગર ઑસ્ટ્રેલિયાએ જીતી છેલ્લી ટી૨૦ મૅચ

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 મેચ જીતી સીરિઝ પર કબ્જો કર્યો

(મિડ-ડે પ્રતિનિધિ) ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી છેલ્લી ટી૨૦ મૅચમાં યજમાન ટીમે સરળતાથી એક પણ વિકેટ ગુમાવ્યા વગર મૅચ જીતી લીધી હતી અને મહેમાન પાકિસ્તાનનો ૨-૦થી વાઇટ-વૉશ કર્યો હતો.

પાકિસ્તાને પહેલા બેટીંગ કરતા 8 વિકેટે 106 રન કર્યા
ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલા પાકિસ્તાનને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે માત્ર ૧૦૬ રન કરી શકી હતી જેને ઑસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વિના ૧૧.૫ ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. કેન રિચર્ડ‍્સને ચાર ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાનનો એકમાત્ર ઇફ્તેખાર અહમદ ૪૫ રન બનાવી શક્યો હતો જ્યારે અડધી ટીમ ૧૦ રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. ત્રીજી ઓવર નાખવા આવેલો મિચેલ સ્ટાર્ક હૅટ-ટ્રિક લેતાં ચૂકી ગયો હતો. તેણે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને પોતાના શિકાર બનાવ્યા હતા.

આ પણ જુઓ : જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

વોર્નર અને ફિન્ચની જોડીએ જ મેચ જીતાડી
ઑસ્ટ્રેલિયન ટીમની બૅટિંગ કરવા આવેલી ઓપનિંગ જોડી ડેવિડ વૉર્નર અને એરોન ફિન્ચે અનુક્રમે ૪૮ અને ૫૨ રન કરી ટીમને આસાન વિજય અપાવ્યો હતો. યજમાને આ મૅચ જીતી લેતાં ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ પણ ૨-૦થી કબજે કરી હતી. પહેલી મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. શૉન અબોટને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. જેણે ચાર ઓવરમાં ૧૪ રન આપી  બે વિકેટ લીધી હતી. સ્ટીવન સ્મિથને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

cricket news australia david warner pakistan