સ્ટાર્ક અને કમિન્સની કમાલ: ઑસ્ટ્રેલિયા 296 રનથી જીત્યું પહેલી ટેસ્ટ મૅચ

16 December, 2019 04:02 PM IST  |  Parth

સ્ટાર્ક અને કમિન્સની કમાલ: ઑસ્ટ્રેલિયા 296 રનથી જીત્યું પહેલી ટેસ્ટ મૅચ

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચ ઑસ્ટ્રેલિયાએ 296 રનથી જીતી લીધી છે. મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ ઑસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કને આપવામાં આવ્યો હતો, જેણે બન્ને ઇનિંગ્સમાં હરીફ ટીમની કુલ 9 વિકેટ ખેરવી હતી. બીજી ઇનિંગમાં નૅથન લાયને 63 રનમાં 4 વિકેટ, કમિન્સે 31 રનમાં બે અને સ્ટાર્કે 45 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

માર્નસ લબુશેનની 143 રનની પારીને લીધે ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ 416 રને પૂરી કરી હતી જેના જવાબમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 166 રને ઑલઆઉટ થઈ હતી. આ પહેલી ઇનિંગમાં રૉસ ટેલરે સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગના 250 રનની સાથે બીજી ઇનિંગમાં યજમાન ટીમે પોતાના સ્કોરમાં 9 વિકેટે 217 બનાવ્યા હતા અને મહેમાન ટીમને કુલ 467 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ન્યુ ઝીલૅન્ડની ટીમ નબળી પડી હતી અને બીજી ઇનિંગમાં પણ એ ૨200 રનનો આંક પાર કરી શકી નહોતી અને 171 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. સેકન્ડ ઇનિંગમાં કિવી પ્લેયરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને કોઈ પણ પ્લેયર હાફ સેન્ચુરી સુધી પહોંચી શક્યો નહોતો.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

પહેલી ઇનિંગમાં પાંચ અને બીજી ઇનિંગમાં ચાર મળી કુલ 9 વિકેટ લેનાર મિચેલ સ્ટાર્કને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ 1-0ની લીડ લીધી છે અને બન્ને ટીમ વચ્ચે બીજી ટેસ્ટ મૅચ મેલબર્નમાં 26 ડિસેમ્બરથી રમાશે. આઇસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલ મુજબ આ મૅચ જીતીને ઑસ્ટ્રેલિયા ૨૧૬ પૉઇન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. આ ચૅમ્પિયનશિપ હેઠળ ઑસ્ટ્રેલિયા અત્યાર સુધી કુલ 8 મૅચ રમ્યું છે જેમાંથી પાંચ મૅચમાં તેની જીત, બેમાં હાર અને એક મૅચ ડ્રૉ રહી છે. ન્યુ ઝીલૅન્ડ આ યાદીમાં 60 પૉઇન્ટ્સ સાથે ચોથા ક્રમે છે.

cricket news australia new zealand