લાયનની ૬ વિકેટ : ઑસ્ટ્રેલિયાએ ફ્રૅન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી

05 December, 2022 11:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માર્નસ લાબુશેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ઑફ-સ્પિનર નૅથન લાયન

પર્થમાં ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ૧૬૪ રનથી હરાવીને બે મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવવાની સાથે ફ્રૅન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી હતી. ઑફ-સ્પિનર નૅથન લાયન (૪૨.૫-૧૦-૧૨૮-૬)ના તરખાટે ઑસ્ટ્રેલિયાની જીત આસાન બનાવી હતી, પરંતુ પ્રથમ દાવમાં ૨૦૪ અને બીજા દાવમાં અણનમ ૧૦૪ રન બનાવનાર માર્નસ લાબુશેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ઑસ્ટ્રેલિયાના પ્રથમ દાવના ૫૯૮/૪ ડિક્લેર્ડના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે ૨૮૩ રન બનાવ્યા પછી ઑસ્ટ્રેલિયાએ બીજા દાવના ૧૮૨/૨ ડિક્લેર્ડના સ્કોર સાથે કૅરિબિયનોને ૪૯૮નો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ તેઓ કૅપ્ટન ક્રેગ બ્રેથવેટના ૧૧૦ રન છતાં આ ટીમ ૩૩૩ રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. હવે ગુરુવારથી ઍડીલેડમાં છેલ્લી ટેસ્ટ રમાશે.

sports news sports cricket news test cricket