પાકિસ્તાન કોઈ પણ ટીમને હરાવી શકે છે, અમે રવિવારે વાપસી કરીશું

27 September, 2025 10:44 AM IST  |  Abu Dhabi | Dr. Tushar Shah

બંગલાદેશ સામે માંડ-માંડ જીતનાર પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાનો ભારત સામેની ફાઇનલ મૅચ પહેલાં દાવો

પાકિસ્તાન કૅપ્ટન સલમાન અલી આગા

દુબઈમાં ગુરુવારે બંગલાદેશ સામે ૧૩૬ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને પાકિસ્તાન ૧૧ રનની જીત સાથે T20 એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચ્યું છે. આવતી કાલે ૨૮ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન પહેલી વખત આ ટુર્નામેન્ટના ફાઇનલ જંગમાં ટકરાશે. ટુર્નામેન્ટ દરમ્યાન ભારત સામે બે કારમી હાર મળી હોવા છતાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાએ ફાઇનલ મૅચ પહેલાં રમૂજી દાવો કર્યો છે.

કરો યા મરો મૅચમાં બંગલાદેશને હરાવ્યા બાદ મૅચ પ્રેઝન્ટેશનમાં સલમાન અલી આગાએ કહ્યું હતું કે ‘જે રીતે અમે શરૂઆતમાં બોલિંગ કરી હતી એ જ રીતે બોલિંગ કરીશું તો અમને પ્રેશર બનાવવામાં મદદ મળશે. અમે નવા બૉલથી સારી બોલિંગ કરી. જો અમે આ રીતે બોલિંગ કરીશું તો ઘણી મૅચ જીતી શકીશું. આ એક સ્પેશ્યલ ટીમ છે. પાકિસ્તાન કોઈ પણ ટીમને હરાવી શકે છે. અમે રવિવારે પાછા આવીશું અને ફરી એમ કરવાનો પ્રયાસ કરીશું.’

t20 asia cup 2025 asia cup pakistan india indian cricket team team india cricket news sports sports news