12 September, 2025 09:58 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
UAE-ભારતની મૅચ દરમ્યાન ક્રિકેટ ફૅન્સના હાથમાં જોવા મળ્યું હતું આ ઇમોશનલ પોસ્ટર
ભારત-પાકિસ્તાનની મૅચને લઈને દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમની ટિકિટના વેચાણમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા નથી મળ્યો. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને આશ્ચર્ય થાય છે કે આ મૅચ માટે ટિકિટનું વેચાણ ખૂબ ઓછું છે. નીચલા સ્ટૅન્ડની ટિકિટો વેચાઈ ગઈ હતી, પરંતુ ઉપલા અને ઉચ્ચ સ્તરનાં સ્ટૅન્ડ હજી પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મૅચ માટે એક જ દિવસમાં બે વખત ટિકિટનું વેચાણ થયું હતું. જેમ કે અમે બપોરે બે વાગ્યે અને ચાર વાગ્યે ટિકિટ-વિન્ડો ખોલી હતી અને એ સમયે ટિકિટો ફક્ત ૪ મિનિટથી ઓછા સમયમાં વેચાઈ ગઈ હતી. જોકે આ વખતે ટિકિટ-વેચાણનો ક્રેઝ ખૂબ ઓછો છે, કદાચ રોહિત અને વિરાટની ગેરહાજરીને કારણે આવું થયું હશે.’
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત અને વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટના આ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.