ઇંગ્લૅન્ડ પર ભારે પડ્યું ઑસ્ટ્રેલિયા

24 August, 2019 09:35 AM IST  |  લીડ્ઝ

ઇંગ્લૅન્ડ પર ભારે પડ્યું ઑસ્ટ્રેલિયા

 ઍશિઝ સિરીઝની ત્રીજી મૅચમાં ફરી એક વાર ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ પોતાનો દબદબો બતાવ્યો છે. આ વખતે કોઈ બૅટ્સમૅન નહીં પણ બોલરો જાણે એકબીજા સામે વિકેટ લઈને બદલો વાળતા હોય એવું લાગી રહ્યું છે. મૅચના પહેલા દિવસે ટૉસ જીતીને ફીલ્ડિંગ કરવાનો ઇંગ્લૅન્ડનો નિર્ણય કદાચ તેમને ભારે પડ્યો હોય એમ કહી શકાય, કારણ કે પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ કરેલા ૧૭૯ રન સામે યજમાન ટીમ પોતાની પહેલી ઇનિંગમાં ૧૦૦ રનનો પણ આંકડો પાર કરી નથી કરી શકી.

આખી ટીમ માત્ર ૬૭ રનમાં પૅવિલિયનભેગી થઈ હતી. ઑસ્ટ્રેલિયા વતી જોશ હેઝલવુડે સૌથી વધારે પાંચ વિકેટ લીધી હતી અને ઇંગ્લૅન્ડનો કોઈ પણ પ્લેયર બારથી વધારે રન કરી શક્યો નહોતો. બીજી ઇનિંગમાં રમવા ઊતરેલી મહેમાન ટીમે ૫૭ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૭૧ રન કરી યજમાન ટીમ પર કુલ ૨૮૩ રનની લીડ લીધી હતી.

england australia sports news