વર્લ્ડ ક્લાસ ઍન્ડરસન પર શંકા કરનાર સેન્સિબલ નથી : સૅમ કરૅન

15 August, 2020 11:38 AM IST  |  Southampton | Agencies

વર્લ્ડ ક્લાસ ઍન્ડરસન પર શંકા કરનાર સેન્સિબલ નથી : સૅમ કરૅન

સૅમ કરૅન

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર સૅમ કરૅને તાજેતરમાં પોતાના સાથી પ્લેયર જેમ્સ ઍન્ડરસનની પ્રશંસા કરી હતી અને તેને વર્લ્ડ ક્લાસ પ્લેયર ગણાવ્યો હતો. આ અઠવાડિયામાં જેમ્સ ઍન્ડરસને પોતાની રિટાયરમેન્ટના ફેલાયેલા સમાચારને રદિયો આપ્યો હતો. સૅમ કરૅને કહ્યું કે ‘એન્ડરસન માટે જે પ્રકારના સમાચાર ફેલાયા એ સાંભળીને હું શૉક્ડ થયો છું. તે એક વર્લ્ડ ક્લાસ બોલર છે અને જે લોકોને તેના પર ડાઉટ છે તેઓ જરાપણ સેન્સિબલ નથી. જેમ્સ ઍન્ડરસન કેવો વર્લ્ડ ક્લાસ પ્લેયર છે એ તેણે સાબિત કરી બતાવ્યું છે. ૬૦૦ વિકેટ લેવાનો વિક્રમ પણ તેણે બનાવ્યો છે. અમારા બધા માટે આ ઘણી સારી વાત છે. તેની સાથે રમવાની ઘણી મજા આવે છે અને ઘણી વાર તે મને પણ મદદ કરે છે.'

england cricket news sports news