ભૂતાન ફરવા ગયેલા વિરુષ્કાને કોઇ ઓળખી ન શક્યું, અભિનેત્રીએ શૅર કરી પોસ્ટ

05 November, 2019 12:26 PM IST  |  Mumbai Desk

ભૂતાન ફરવા ગયેલા વિરુષ્કાને કોઇ ઓળખી ન શક્યું, અભિનેત્રીએ શૅર કરી પોસ્ટ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે હાલ ભૂતાન ફરવા ગઈ છે. ભૂતાનમાંથી બન્નેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બન્ને મસ્તી કરતાં જોવા મળે છે. આમ તો તમને ખબર જ હશે કે આજે વિરાટ કોહલી પોતાનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ અવસરે બન્ને આ અવસરને વધુ ખાસ બનાવવા ભૂતાન ગયા છે. જો કે, જન્મદિવસ ઉજવતાં બન્નેની તસવીરો હજી સુધી સામે આવી નથી. પણ પતિના જન્મદિવસના કેટલાક કલાક પહેલા જ અનુષ્કાએ કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે એક પરિવારની સાથે બેઠા છે. આ તસવીરોની સાથે અનુષ્કાએ એક કિસ્સો પણ જણાવ્યો છે અને તેમને આજીવન યાદ રહેશે.

ફોટો શૅર કરતાં અનુષ્કાએ લખ્યું, "8.5 કિલોમીટરની ટ્રેકિંગ કર્યા પછી અમે પહાડો વચ્ચે એક ગામડાંમાં રોકાયા છીએ અને ચાર મહિનાથી વાછરડાંને ખવડાવવા લાગ્યા. જ્યારે અમે આ વાછરડાને ખવડાવતાં હતા ત્યારે ઘરના માલિકે અમને પૂછ્યું કે જો અમે થાકેલા હોઈએ તો શું ઇમે અમે એક ચાય પીવાની પસંદ કરશું? તો અમે ઘરની અંદર ગયા. તે ઘરના લોકોને સહેજ પણ ખબર ન હતી કે અમે કોણ છીએ? એમ છતાં તે અમને ખૂબ જ પ્રેમ કરતાં હતા.અમે ત્યાં થોડીવાર રોકાયા, તેમની સાથે વાતો કરી, ચાય પીધી..... તે લોકો અમારા વિશે કંઇ જ જાણતાં ન હતા. તેમને બસ એટલી જ ખબર હતી કે અમે બન્ને ટ્રેકર્સ છીએ. આ બધું ખૂબ જ ખાસ હતું."

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

આ પહેલા પણ અનુષ્કાની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તે "શાકભાજીમાં સાચી ખુશીનો અનુભવ થયો. બાળપણની ફરી યાદ આવી ગઈ." તેની સાથે જ બન્ને સેલેબ્સના ફેનપેજ પર પણ કેટલીક તસવીરો શૅર કરવામાં આવી છે. જેમાં દેખાતું હતું કે કપલ ભૂતાનમાં મસ્તી કરતાં દેખાય છે.

virat kohli virat anushka anushka sharma bollywood bhutan bollywood news