11 November, 2025 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજુમ ચોપડા
ભારત માટે પહેલો વિમેન્સ વર્લ્ડ કપ જીતનાર કૅપ્ટન હરમનપ્રીત કૌર વિશે હાલમાં ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન શાંતા રંગાસ્વામીએ મોટી કમેન્ટ કરી હતી. તેના અનુસાર હરમનપ્રીતે વર્લ્ડ કપ જીત્યા બાદ કૅપ્ટન્સી છોડી દેવી જોઈએ, નહીં તો રોહિત શર્મા જેવા હાલ થશે; તેણે તેની બૅટિંગ અને ફીલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શાંતા રંગાસ્વામીની આ સલાહ પર કટાક્ષ કરતાં ભૂતપૂર્વ કૅપ્ટન અંજુમ ચોપડાએ કહ્યું હતું કે ‘દરેક વર્લ્ડ કપ પછી તેમના દ્વારા હંમેશાં આવું નિવેદન આવે છે. ભારત હારે કે જીતે, તેઓ હંમેશાં હરમનપ્રીત કૌરને કૅપ્ટન પદ પરથી દૂર કરવા માગે છે. મેં હરમનપ્રીત કૌરને પહેલા દિવસથી રમતાં જોઈ છે. મને તરત જ ખ્યાલ આવી ગયો કે તે કેટલી પ્રતિભાશાળી છે. હું તો વર્ષોથી કહું છું કે હરમનપ્રીત જ આપણી કૅપ્ટન હોવી જોઈએ.’