06 May, 2025 12:00 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી, આન્દ્રે રસેલ
રવિવારે રાજસ્થાન રૉયલ્સ સામે ૫૭ રનની અણનમ ઇનિંગ્સ રમીને કોલકાતા નાઇટ રાઇડર્સનો ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. મૅચ બાદ તે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને મળ્યો હતો. ગાંગુલી વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કૅપિટલ્સ અને આ ફ્રૅન્ચાઇઝીની SA20 લીગની ટીમ પ્રિટોરિયા કૅપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર છે.
અહેવાલ અનુસાર ગાંગુલીએ તેની સાથે SA20ની આગામી સીઝનમાં પ્રિટોરિયા કૅપિટલ્સનો ભાગ બનાવવા વિશે ચર્ચા કરી હતી. ૫૪૯ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવતો આન્દ્રે રસેલ IPL સહિત વિશ્વની ૧૨ જેટલી T20 લીગ રમી ચૂક્યો છે.