ગુજરાતનું ગૌરવઃઆણંદની યુવતીએ ચીનમાં શૂટિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

14 August, 2019 11:31 AM IST  |  મુંબઈ

ગુજરાતનું ગૌરવઃઆણંદની યુવતીએ ચીનમાં શૂટિંગમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

ગુજરાતની શૂટર લજ્જા ગોસ્વામીએ ચીનમાં યોજાયેલી શૂટિંગની સ્પર્ધામાં 2-2 ગોલ્ડ મેડલ જીતીને ગૌરવ અપાવ્યું છે. આણંદના જીટોડિયા ગામમાં રહેતી ઈન્ટરનેશનલ શૂટર અને ગુજરાત પોલીસમાં હથિયારધારી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા લજ્જા ગોસ્વામીએ વ્યક્તિગત સ્પર્ધા અને ટીમ ઈવેન્ટ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચીનમાં રમાઈ રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2019માં લજ્જા ગોસ્વામીએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

ઈન્ટરનેશનલ શૂટર લજ્જા ગોસ્વામી અત્યાર સુધી શૂટિંગ કોમ્પિટિશનમાં 22 મેડલ મેળવી ચૂક્યા છે. લજ્જા ગોસ્વામીએ 2017માં યુએસએમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વભરની પોલીસમાં ગુજરાત પોલીસનું નામ ગુંજતું કર્યુ હતું.

આ સાથે 2017માં કેરાલામાં યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. વર્ષ 2018માં ઇન્દોર ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ અને વર્ષ 2019માં કેરાલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ બાદ પહેલી વન-ડે સીરિઝ જીતવા પર વિરાટ કોહલીની નજર રહેશે

ઓગષ્ટ માસમાં હાલ ચાઈના ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019 યોજાઈ રહી છે. સોમવારે લજ્જા સ્વામીએ સ્પોર્ટ રાયફલ થ્રી પોઝીસન ઈન્ડિવિજ્યુઅલ ઈવેન્ટમાંગોલ્ડ મેડલ મેળવ્યો છે. લજ્જાએ 600માંથી 586 પોઈન્ટ મેળવ્યા હતા, જે સૌથી હાઈએસ્ટ હતો. આ ઉપરાંત મંગળવારે યોજાયેલ લેઇંગ પોઝિશનની .22 રાયફલ શૂટિંગ સ્પર્ધામાં ટીમ ઇન્ડિયાને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ટીમમાં લજ્જા ગોસ્વામી સામેલ હતી.

sports news cricket news