13 August, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિંક્ય રહાણે
૧૮ વર્ષની શાનદાર કરીઅર બાદ તાજેતરમાં ક્રિકેટનાં બધાં જ ફૉર્મેટમાંથી સંન્યાસ લેનાર અજિંક્ય રહાણે હવે ૧૫ ઑગસ્ટથી ભારત-શ્રીલંકા સામેની સિરીઝથી એક નવા અવતારમાં જોવા મળશે. રહાણે સોની સ્પોર્ટ્સ નેટવર્કની કૉમેન્ટરી પૅનલમાં જોડાયો છે અને ટેસ્ટ-કૉમેન્ટેટર તરીકે એક નવી ઇનિંગ્સની શરૂઆત કરશે.
નવી ઇનિંગ્સ વિશે રહાણેએ કહ્યું હતું, ‘ટેસ્ટ-કૉમેન્ટરીની શરૂઆત કરવાને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. ટેસ્ટ-ક્રિકેટ આપણી આ રમતનું સર્વોચ્ચ શિખર છે અને આટલાં વર્ષો સુધી આ ફૉર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી હવે રમતને એક અલગ દૃષ્ટિકોણથી જોવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. આશા રાખું છું કે હું મારા આ અનુભવને ચાહકો માટે વધુ રોચક બનાવી શકીશ અને તેમને મેદાન પર જે બની રહ્યું હશે એની વધુ ઊંડી સમજ આપી શકીશ.’