IPL માં અજિંક્ય રહાણે હવે રાજસ્થાનનો સાથ છોડીને આ ટીમ સાથે જોડાયો

14 November, 2019 07:30 PM IST  |  Mumbai

IPL માં અજિંક્ય રહાણે હવે રાજસ્થાનનો સાથ છોડીને આ ટીમ સાથે જોડાયો

અજિંક્ય રહાણે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 માટે અત્યારથી તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્યારે આઇપીએલમાં ટ્રાન્સફર વિન્ડો સિસ્ટમ શરૂ થઇ ગઇ છે. જેને પગલે રાજસ્થાન રોયલ્સ ટીમના ઉપ સુકાની અજિંક્ય રહાણે આ ટ્રાન્સફર વિન્ડોના આધારે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઇ ગયો છે. રહાણેના ગયા બાદ રાજસ્થાનની ટીમ દિલ્હીના પૃથ્વી શોને લઇ શકે છે. ટ્રાન્સફર વિન્ડો શુક્રવારે બંધ થઇ રહી છે.

અજિક્ય રહાણેની આઇપીએલની કારકિર્દીની વાત કરીએ તો તેણે વર્ષ 2011માં મુંબઇ ઇન્ડિયન્સનો સાથ છોડીને રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. તેણે ટુર્નામેન્ટમાં કુલ 2 સદી ફટકારી છે. વર્ષ 2012માં તેણે સીરિઝમાં રાજસ્થાન રોયલ્સ ટીમ માટે સૌથી વધુ રન કર્યા હતા.

અજિંક્ય રહાણે વર્ષ2019ની સિઝનમાં 14 મેચોમાં 393 રન બનાવ્યા હતા. પરંતુ સિઝનની વચ્ચે તેને કેપ્ટન પદેથી હટાવીને સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રહાણેએ ભારત માટે અંતિમ ટી20 મેચ 2016મા અને અંતિમ વનડે ફેબ્રુઆરી 2018મા રમી હતી.

આ પણ જુઓ : IPLમાં ફૅમસ થઈ હતી આ 'મિસ્ટ્રી ગર્લ', દીપક ચાહર સાથે છે કનેક્શન

કૃષ્ણપ્પા ગૌતમે પણ છોડ્યો રાજસ્થાનનો સાથ

IPL ની પાછલી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમને પણ રાજસ્થાન રોયલ્સે ટ્રેડ કરી લીધો છે. હવે આગામી સિઝનમાં ગૌતમ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમશે.

cricket news ajinkya rahane indian premier league