રહાણેએ તમામ ફોર્મેટમાં એક જ ટીમ રાખવા પર ગાંગુલીની વાત પર સહમતી દર્શાવી

11 August, 2019 08:25 PM IST  |  Mumbai

રહાણેએ તમામ ફોર્મેટમાં એક જ ટીમ રાખવા પર ગાંગુલીની વાત પર સહમતી દર્શાવી

અજિંક્ય રહાણે

Mumbai : અજિંક્ય રહાણેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું માનું છું કે એક સારો ટેસ્ટ ખેલાડી વનડે અને ટી-20માં પણ સરળતાથી રમી શકે છે. તેના અનુસાર નેશનલ ટીમમાં એક જ કોર ગ્રુપના ખેલાડીઓએ બધા ફોર્મેટમાં રમવું જોઈએ. તેણે કહ્યું હતું કે તે પૂર્વ કેપ્ટનની ફિલોસોફી કે બધા ફોર્મેટમાં એક જ પ્લેયર્સ હોવા જોઈએ- સાથે સહમત છે.


વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમ પસંદ થયા પછી ગાંગુલીએ કહ્યું હતું કે, સમય આવી ગયો છે કે સિલેક્ટર્સ હવે ઓછા પ્લેયર્સને પસંદ કરે અને તેમને બધા ફોર્મેટમાં સેટ થવા માટે ટાઈમ આપે. તેણે અજિંક્ય રહાણે અને શુભમન ગિલની પસંદગી ન થતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.


જો તમે ટેસ્ટ ક્રિકેટ રમી શકો છો, તો કોઈ પણ ફોર્મેટમાં રમી શકો છો: રહાણે
રહાણે કહ્યું કે, ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે જો ટીમ તેમને ત્રણેય ફોર્મેટમાં સારું રમવા માટે બેક કરે છે. તેના અનુસાર એક જ ફોર્મેટમાં રમતા ખેલાડીઓ માટે 4-5 મહિનાના ગેપ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવું અઘરું પડે છે.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

તેણે કહ્યું કે હું અત્યારની જનરેશનના ખેલાડીઓ કરતા અલગ રીતે રમું છું. પરંતુ હું મારી રમતામાં ફેરફાર કરતા ખચકાતો નથી. આજના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ રનરેટ મહત્વની થઇ ગઈ છે. તમે ટેસ્ટ ક્રિકેટ રમી શકો તો કોઈ પણ ફોર્મેટમાં રમી શકો છો. તેણે વધુ ઉમેરતા કહ્યું કે તમારી ટેક્નિક સોલિડ હોય તો તમે વનડે અને ટી-20માં પણ સારું પ્રદર્શન કરી શકો છો. પરંતુ જો તમે ટી-20માંથી ટેસ્ટમાં આવી રહ્યા હોવ તો શોટ્સને કંટ્રોલ કરવા અઘરા પડી જાય છે. હું હંમેશા કન્સીસ્ટન્સીમાં માનતો આવ્યો છું. અજિંક્ય રહાણે છેલ્લે મે અને જુલાઈમાં કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર માટે રમ્યો હતો. તે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે.

cricket news sports news ajinkya rahane sourav ganguly