ધોની બાદ સુરેશ રૈનાએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

15 August, 2020 09:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ધોની બાદ સુરેશ રૈનાએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની

આજનો દિવસ ક્રિકેટના ચાહકો ઈતિહાસમાં નિરાશાજનક દિવસ તરીકે ઓળખશે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુવ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ત્યાં જ પાછળ પાછળ ક્રિકેટર સુરે રૈનાએ પણ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ધોનીની નિવૃત્તિની જાહેરાત બાદ ગણતરીની મિનિટોમાં જ સુરેશ રૈનાએ પણ તેની જેમ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સુરેશ રૈનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, MS ધોની સાથે રમવું એક લ્હાવો હતો અને ગર્વથી હું તમારી સાથે સફર પર છું. થેન્ક યુ ઈન્ડિયા. જય હિંદ.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2018 બાદ સુરેશ રૈના એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ત્યારે આશરે બે વર્ષ બાદ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે ધોનીની જેમ જ રૈના IPLમાં રમતો દેખાશે.

રૈના ધોનીનો ખાસ મિત્ર પૈકીનો એક છે. તે શરૂઆતથી જ IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે રમી રહ્યો છે. IPLની 193 મેચમાં તેણે 5368 રન બનાવ્યા છે. IPLમાં પણ એક સદી ફટકારી છે.

સુરેશ રૈનાએ 30 જુલાઈ 2005ના રોજ શ્રીલંકા સામે દાંબુલા વનડેથી ડેબ્યૂ કર્યુ હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 786 અને 226 વનડેમાં 5615 રન બનાવ્યા હતા. તેના નામે 78 T-20માં 1,605 રન છે. રૈનાએ ટેસ્ટમાં 1 અને વનડેમાં 5 સદી ફટકારેલી છે. T-20માં પણ તેના નામે એક સદી છે.

sports sports news cricket news suresh raina