આઇપીએલ પછી ફરી શરૂ થશે પીએસએલ

13 April, 2021 12:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન સુપર લીગની છઠ્ઠી સીઝન કોરોનાને લીધે અધવચ્ચે અટકાવી દેવી પડી હતી

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની છઠ્ઠી સીઝન કોરોનાને લીધે અધવચ્ચે અટકાવી દેવી પડી હતી અને હવે એણે આ લીગની શેષ મૅચ યોજવા માટે નવી તારીખો જાહેર કરી છે, જે મુજબ પીસીએલની છઠ્ઠી સીઝનની શેષ રહેલી મૅચ ૨૦ જૂનથી કરાચીમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓએ ૨૨ મેથી ૭ દિવસ માટે ક્વૉરન્ટીન થવાનું રહેશે. આ લીગની શરૂઆતની ૧૪ મૅચ ૨૦ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી રમાઈ હતી. પીએસએલની બાકીની મૅચ યોજવાનો નિર્ણય પીસીબીના બોર્ડ ઑફ ગર્વનર્સે શનિવારે એક ઑનલાઇન મીટિંગમાં લીધો હતો.

sports sports news