12 મહિના બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં, SA સામે ટકરાશે

03 February, 2021 02:50 PM IST  |  New Delhi

12 મહિના બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં, SA સામે ટકરાશે

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષે રમાયેલા આઇસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ બાદ ઇન્ડિયન વિમેન્સ ટીમ ક્રિકેટના મેદાનમાં રમવા માટે નથી ઊતરી શકી, પણ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ જાહેરાત કર્યા મુજબ ઇન્ડિયન વિમેન્સ ટીમ ૧૨ મહિનાના અંતરાલ બાદ ફરી પાછી મેદાનમાં રમવા ઊતરી રહી છે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી સિરીઝ સાઉથ આફ્રિકા સામે રમશે. જોકે આ સિરીઝ માટેનો શેડ્યુલ હજી નક્કી નથી થયો, પણ બન્ને ટીમ પાંચ વન-ડે મૅચ અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ બાદ ભારતીય મહિલા ટીમની આ પહેલી સિરીઝ હશે. 

indian womens cricket team sports news cricket news