રાશિદની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશ પરાસ્ત, મેળવી ઐતિહાસિક જીત

09 September, 2019 08:37 PM IST  | 

રાશિદની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશ પરાસ્ત, મેળવી ઐતિહાસિક જીત

બાંગ્લાદેશ સામે ચટગાવમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાનની ટીમે જીત મેળવી છે. ધમાકેદાર પ્રદર્શન કરતા 224 રનથી મોટી જીત પોતાના નામે કરી છે. વરસાદ વચ્ચે રમાયેલા 5માં દિવસે અફઘાનિસ્તાને બાંગ્લાદેશની બીજી ઈનિંગ માત્ર 173માં સમેટાઈ હી છે જેના કારણે અફઘાનિસ્તાને બીજી ટેસ્ટ જીત મેળવી. બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનને જીતવા માટે 398 રનનો ટાર્ગેટ હતો.

રાશિદ ખાનની કેપ્ટનશીપમાં રમવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશના ઘર પર રમતા ઐતિહાસિક જીત મેળવી હતી. 5માં દિવસે વરસાદના કારણે રમત શરૂ થવામાં મોડુ થયું હતું, બાગ્લાદેશે ચોથા દિવસના અંત સુધી 136 રન પર 6 વિકેટ ગુમાવી હતી. 5માં દિવસે મેચ શરૂ થયા પછી કોઈ પણ બાંગ્લાદેશી પ્લેયર ક્રીઝ પર ટકી શક્યો હતો નહી અને ટીમ 173 રનમાં ઓલઆઉટ થઈ હતી. રાશિદ ખાને મેચની બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો વધ્યો પગાર, હવે મળશે આટલા કરોડ !

પહેલી ઈનિંગમાં અફઘાનિસ્તાને 342 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં 260 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશી બેટ્સમેન રાશિદની બોલિંગ સામે લાચાર જોવા મળ્યાં હતા. પહેલી ઈનિંગમાં પણ રાશિદ ખાને 5 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાન તરફથી બેટિંગમાં રહમત શાહે દમ દેખાડ્યો હતો. રહમત શાહે પહેલી ઈનિંગમાં શતકિય ઈનિંગ રમી હતી. આ શતક સાથે અફઘાનિસ્તાન તરફથી સેન્ચુરી ફટકારનાર પહેલા પ્લેયર બની ગયા છે રહમત શાહ.

cricket news sports news gujarati mid-day