અફઘાનિસ્તાન બ્લાસ્ટમાં અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મૃત્ય

04 October, 2020 11:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અફઘાનિસ્તાન બ્લાસ્ટમાં અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મૃત્ય

અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારી

અફઘાનિસ્તાનના અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારી (Bismillah Jan Shinwari)નું શનિવારે એટલે કે 3 ઓક્ટોબરના રોજ રસ્તા પર થયેલા એક વિસ્ફોટમાં મૃત્યુ થયું છે. અફઘાનિસ્તાનના નાંગરહર પ્રાંતમાં આ ઘટના બની. આ દુર્ઘટનામાં તેમના પરિવારના સાત સભ્યોનાં પણ મોત થયા છે. 36 વર્ષીય શિનવારી 2017માં ગાજી અમાનુલ્લાહ રીજનલ વનડેમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે અને 2017-18માં શાહ અબ્દાલી 4 દિવસીય ટૂર્નામેન્ટની સાથે તેઓ અનેક આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે.

અફઘાન મીડિયાના અહેવાલો મુજબ, કારમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પૂર્વ નાંગરહર પ્રાંતના પૂર્વ વિસ્તાર ગાનીખિલ જિલ્લામાં ગવર્નર કમ્પાઉન્ડની નજીક થયો. નાંગરહર ગવર્નરના પ્રવક્તાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે, બંદૂકધારી ડિસ્ટ્રીક્ટ ગવર્નરના કમ્પાઉન્ડમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને ઠાર મારી દીધો.

મળતી માહિતી મુજબ, આ બોમ્બ બ્લાસ્ટ નાંગરહારના પ્રાતના શિનવાર જિલ્લામાં બપોર બાદ 12 વાગીને 20 મિનિટ પર થયો હતો.

sports sports news cricket news afghanistan