હરીફ બૅટ્સમેનના વિડિયો જોઈને મૅચની તૈયારી કરશે રાશિદ ખાન

17 June, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ નંબર વન ટી૨૦ બોલર અફઘાનિસ્તાનના રાશિદ ખાને તાજેતરમાં તેણે દરેક મૅચમાં બૅટ્સમેનોને ભયભીય કરવાની તેની સફળતાના સીક્રેટ વિશે જણાવ્યું હતું.

રાશિદ ખાન

વર્લ્ડ નંબર વન ટી૨૦ બોલર અફઘાનિસ્તાનના રાશિદ ખાને તાજેતરમાં તેણે દરેક મૅચમાં બૅટ્સમેનોને ભયભીય કરવાની તેની સફળતાના સીક્રેટ વિશે જણાવ્યું હતું. દુનિયાભરની ટી૨૦ લીગમાં ભારે ડિમાન્ડમાં રહેતો રાશિદ આજકાલ પાકિસ્તાન સુપર લીગમાં પણ ડંકો વગાડી રહ્યો હતો અને તેના જાદુઈ પર્ફોર્મન્સ વડે ટીમને જિતાડી રહ્યો છે. આઇપીએલમાં રાશિદ વર્ષોથી સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમે છે. 

તાજેતરમાં એક યુટ્યુબ-ઇન્ટરવ્યુમાં રાશિદે તેની આ સફળતાનો રાઝ ખોલતાં કહ્યું હતું કે ‘હું મૅચ પહેલાં ખાસ સમય કાઢીને હરીફ ટીમના બૅટ્સમેનોના વિડિયો બરાબર જોઉં છું જેથી તેમની ખામીઓને બરાબર જાણી શકું. હું હંમેશાં ગુડ લેંગ્થ અને લાઇનમાં બૉલ ફેંકવાના પ્રયત્ન કરું છે અને મૅચનો આનંદ માણું છું.’ 

રાશિદે વિરાટ કોહલી, કેન વિલિયમસન અને બાબર આઝમને વર્લ્ડ ક્લાસ પ્લેયર ગણાવતાં કહ્યું હતં કે ‘તેઓ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેઓ એવા ખેલાડી છે કે તે તેમની મર્યાદા અને સ્ટ્રેન્થ બરાબર જાણે છે. તેમની ઇનિંગ્સને શરૂ કરવાની અને પૂરી કરવાની એક પ્રોસેસ છે જે મને ખૂબ ગમે છે.’

afghanistan cricket news sports news sports