સચિન તેંડુલકરની સુરક્ષામાં ઘટાડો,આદિત્ય ઠાકરેની હવે Z કેટેગરીની સુરક્ષા

26 December, 2019 08:13 PM IST  |  Mumbai

સચિન તેંડુલકરની સુરક્ષામાં ઘટાડો,આદિત્ય ઠાકરેની હવે Z કેટેગરીની સુરક્ષા

સચિન તેંડુલકર અને આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્ર સરકારે ક્રિકેટર અને સચિન તેન્ડુલકરની સુરક્ષા ઘટાડી દીધી છે. શિવસેનાના આદિત્ય ઠાકરેની સુરક્ષા વધારી છે. સચિનને એક્સ કેટેગરીની સુરક્ષા મળતી હતી. હવે તેને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળશે. ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્યને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળતી હતી, હવે ઝેડ કેટેગરીની મળશે. તે હેઠળ મોબાઇલ સિક્યોરિટી હેઠળ છ ગનમેન તહેનાત રહેશે અને બે ગનમેન ઘરની સુરક્ષા કરશે.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

અણ્ણા હજારેની સુરક્ષા વાય પ્લસથી વધારીને ઝેડપ્લસ કેટેગરીની કરાઈ
એનસીપી પ્રમુખ શરદ પવારને ઝેડ પ્લસ અને અજિત પવારને ઝેડ કેટેગરીની સુરક્ષા મળતી રહેશે. સામાજિક કાર્યકર અણ્ણા હજારેની સુરક્ષા વાયપ્લસથી વધારીને ઝેડપ્લસ કેટેગરીની કરાઈ છે. પ્રસિદ્ધ વકીલ ઉજ્જવલ નિકમની પણ સુરક્ષા ઝેડપ્લસથી ઘટાડી વાય કેટેગરીની સુરક્ષા મળશે.

cricket news sachin tendulkar aaditya thackeray