એડિલેડ અથવા બ્રિસ્બેનમાં રમાશે ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ

08 September, 2020 03:17 PM IST  |  Melbourne | IANS

એડિલેડ અથવા બ્રિસ્બેનમાં રમાશે ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષના અંતમાં ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે, પરંતુ આ ટેસ્ટ સિરીઝના વેન્યુ વિશે અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ ટેસ્ટ સિરીઝ એડિલેડ અથવા બ્રિસ્બેનમાં રમાઈ શકે છે અને ઇન્ડિયાને ક્વૉરન્ટીનના નિયમોમાંથી બાકાત રાખવામાં નહીં આવે. વિક્ટોરિયા શહેરમાં સતત વધી રહેલા કોરોના-કેસને ધ્યાનમાં રાખીને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જો આ સિરીઝ રમવા માટે ઉપલબ્ધ ન થાય તો એડિલેડ ઓવલ ખાતે બૅક ટુ બૅક ટેસ્ટ મૅચ રમાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઑસ્ટ્રેલિયન સરકારના અધિકારી માર્ક મૅકગોવને કહ્યું કે ‘અમને નથી લાગતું કે કોઈ પણ ટીમને અતિ જોખમી વાતાવરણમાં સામાન્ય પ્રૅક્ટિસ સાથે રમવાની અનુમતિ મળી રહેશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આજે અમારી સામે મૉડલ રજૂ કર્યું છે એમાં ઘણાં જોખમ છે. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં અમારે કોઈ પણ પ્રકારનું જોખમ નથી લેવું અને અમે નિયમોનું યોગ્ય પાલન કરીશું.’ ભારતીય ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા બાયો સિક્યૉર બબલમાં તેમના પ્લેયર્સને ક્વૉરન્ટીન દરમ્યાન પ્રૅક્ટિસ કરવા દેશે, પણ પર્થમાં આ સંભાવના દેખાતી નથી.

australia cricket news sports news test cricket