કોમેન્ટ્રીમાં સિરાજના પિતાને બદલે સૈનીના પિતાને આપી દીધી શ્રદ્ધાંજલિ

27 November, 2020 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોમેન્ટ્રીમાં સિરાજના પિતાને બદલે સૈનીના પિતાને આપી દીધી શ્રદ્ધાંજલિ

ફાઈલ ફોટો

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પહેલી વન-ડે મેચ સમયે એડમ ગિલક્રિસ્ટથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ વિકેટકીપર બેટ્સમેને કોમેન્ટ્રી આપતી વખતે આ ભૂલ કરી બેઠા અને ફેન્સે જ્યારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણ કરી ત્યારે તેમણે માફી માંગી હતી. કેટલાક દિવસ અગાઉ મોહમ્મદ સિરાજના પિતાનું અવસાન થયુ હતું, પણ કોમેન્ટ્રી સમયે એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે નવદીપ સૈનીના પિતાનું અવસાન થયુ છે.

ભૂલ બાદ ફૅન્સે ગિલક્રિસ્ટની કોમેન્ટ્રીના વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ ભૂલની જાણ થતા જ એડમ ગિલક્રિસ્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને માફી પણ માંગી લીધી. ગિલક્રિસ્ટે તે સમયે સિરાજના પિતાને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

સૌથી પહેલા ગિલક્રિસ્ટે ભૂલ અંગે એક ફેને માહિતી આપી ત્યારે ગિલક્રિસ્ટે કહ્યું મારાથી ભૂલ થઈ ગઈ છે, હું માફી માગુ છું. મોહમ્મદ સિરાજના પિતાનું અવસાન થયુ હતું. ત્યારબાદ મિચેલ મૈકેલેનેઘનના સોશિય મીડિયા પર કરેલી ટિપ્પણીનો જવાબ આપતા ગિલક્રિસ્ટે કહ્યું કે હું માફી માંગુ છું. ગિલક્રિસ્ટે કહ્યું કે હું મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની બન્ને પાસે માફી માંગુ છું. મે ખોટી માહિતી આપી. ગિલક્રિસ્ટની ભૂલને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા.

આ પણ વાચોઃ સિડની વનડેમાં ભારતની હાર

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારત સામે પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ પર 374 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. નવદીપ સૈનીને પીઠમાં દુખાવો થયો હતો તેમ છતાં બોલિંગ સમયે ફિટ દેખાયો હતો.

આ પણ વાચોઃ મેચમાં અદાણી અને એસબીઆઈ આંદોલન પણ ચાલતુ હતુ

સૈની અંગે માહિતી આપતા ગિલક્રિસ્ટે કોમેન્ટ્રીમાં આ માહિતી આપી હતી,જેને બાદમાં તેણે સુધારી લીધી હતી.

cricket news australia