ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમ 66 રને હારી છે. ઑસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પહેલી વનડેમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલી બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ 50 ઑવરમાં 374 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ વિશાળ સ્કોરનો પીછો કરતા ભારત 8 વિકેટે 308 રન જ કરી શક્યુ હતું.
આ પણ વાચોઃ મેચ દરમિયાન આ ધમાલ પણ થઈ હતી
ઑસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિંચ 114, સ્ટીવ સ્મિથ 105, વૉર્નર 69 અને મેક્સવેલના 45 રનની મદદથી 50 ઑવરમાં 6 વિકેટે 374 રન બનાવી લીધા હતા. ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 156 રને પડી હતી. ભારતીય બૉલરોની ઑસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જબરદસ્ત ધોલાઈ હતી કરી. ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 10 ઑવરમાં 59 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહ, સૈની અને ચહલને 1-1 વિકેટ મળી હતી.
બીજી ઈનિંગમાં હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરતા 76 બૉલમાં 90 અને શિખર ધવને 86 બૉલમાં 74 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 22, કોહલી 21 અને જાડેજાએ 25 રનનું યોગદાન આપ્યું હતુ.
અંતિમ ઑવરમાં નવદીપ સૈની અને મોહમ્મદ શમીએ શાનદાર બેટિંગ કરતા ભારતનો સ્કોર 300ની પાર કરવામાં મદદ કરી હતી. જોકે ભારત ઑસ્ટ્રેલિયાને હરાવી શક્યું નહીં અને અંતે તેનો 66 રને પરાજય થયો. ઑસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 3 અને એડમ ઝમ્પાએ 4 વિકેટ ઝડપી હતી.
મહત્ત્વની ક્ષણોમાં ભારતે સારું પર્ફોર્મ કર્યું, ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું: ટિમ પેઇન
20th January, 2021 10:32 ISTદરેક પ્લેયરને પોતાનું યોગદાન આપતા જોઈને ઘણું સારું લાગ્યું: રહાણે
20th January, 2021 10:30 ISTવિજય મળ્યા બાદ હેડ કોચ રવિ શાસ્ત્રી બન્યો ભાવુક, કહ્યું...
20th January, 2021 10:27 ISTટેસ્ટ-સિરીઝ પહેલાં શેખી મારનાર ઑસ્ટ્રેલિયન કોચ લૅન્ગરે સ્વીકાર્યું...
20th January, 2021 10:26 IST