ડિવિલિયર્સ અને લક્ષ્મણ ડરતા હતા મોહમ્મદ આસિફથી: શોએબ અખ્તર

05 January, 2021 03:21 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

ડિવિલિયર્સ અને લક્ષ્મણ ડરતા હતા મોહમ્મદ આસિફથી: શોએબ અખ્તર

શોએબ અખ્તર

મોટા-મોટા દાવા કરતા અને બડાઈ હાંકતા રહેલા તથા સોશ્યલ મીડિયામાં છવાયેલા રહેતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હવે દાવો કર્યો છે કે હું અને વસીમ અકરમ મોટા ગજાના બોલર હતા, પણ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન કૅપ્ટન એ. બી. ડિવિલિયર્સ જેવો બૅટ્સમૅન મોહમ્મદ આસિફનો સામનો કરવામાં ધ્રૂજતો હતો. અખ્તરનો દાવો છે કે આવી જ હાલત વીવીએસ લક્ષ્મણની પણ થતી હતી. અખ્તરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વસીમ અકરમથી પણ ખતરનાક બોલર જો કોઈને મેં જોયો હોય તો તે મોહમ્મદ આસિફ હતો. મેં ખરેખર આસિફનો સામનો કરતા બૅટ્સમેનોના ટાંટિયા ધ્રૂજતા જોયા છે. ડરેલા લક્ષ્મણે એક વાર મને કહ્યું હતું કે હું આસિફનો સામનો કેવી રીતે કરી શકીશ.’

જસપ્રીત બુમરાહને આજના યુગનો મોહમ્મદ આસિફ ગણાતાં અખ્તરે કહ્યું કે ‘આસિફ બાદ જો કોઈ સ્માર્ટ બોલર હોય તો તે છે બુમરાહ. ટેસ્ટ ક્રિકેટમાં લોકોને બુમરાહની ફિટનેસને લીધે સંદેહ હતો, પણ હવે નથી. મેં તેને ખૂબ નજીકથી જોયો છે અને તેનો બાઉન્સર સૌથી તેજ છે.’

sports sports news cricket news ab de villiers vvs laxman