લાયન ભારતની હાલત બગાડશે : ઍરોન ફિન્ચ

14 February, 2019 01:08 PM IST  | 

લાયન ભારતની હાલત બગાડશે : ઍરોન ફિન્ચ

નૅથન લાયન

ભારતના પાર્ટટાઇમ ઓફ-સ્પિનર હનુમા વિહારીને જે રીતે અસાધારણ બાઉન્સનો ફાયદો મળી રહ્યો હતો એની વાત કરતાં ફિન્ચે કહ્યું હતું કે ‘સેકન્ડ સેશનમાં માર્કસ હૅરિસ આવા જ અસાધારણ બાઉન્સવાળા બૉલમાં છેતરાઈ જઈને રહાણેના હાથમાં કૅચઆઉટ થયો હતો.’

ફિન્ચે આ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે કહ્યું હતું કે ‘આ પિચ પર બોલિંગ કરવા માટે લાયન ઘણો ઉત્સાહિત હશે. અહીંની પિચ નાટ્યત્મક રીતે બદલાય છે. પરિણામે ઘણી વખત બૅટ્સમૅન નક્કી કરી શકતો નથી કે શું કરવું? ’ 

રવીન્દ્ર જાડેજાને રમાડવો હતો : માઇકલ વૉન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને કહ્યું હતું કે ‘સ્પેશ્યલિસ્ટ સ્પિનર વગર ભારતનું બોલિંગ આક્રમણ નબળું દેખાઈ રહ્યું છે. અશ્વિનની જેમ જ રવીન્દ્ર જાડેજા પણ આ બાઉન્સી પિચ પર પ્રભાવ પાડી શક્યો હોત. મને ખબર છે કે ઍડીલેડ કરતાં આ અલગ પિચ છે, પરંતુ ત્રણ ફાસ્ટ બોલરો સારું પ્રદર્શન કરતા હતા. જાડેજા પણ એક સારો સ્પિનર છે. વળી તે એક સારો ફીલ્ડર પણ છે.’

sports news cricket news india australia border-gavaskar trophy