બે જીતેલી ટીમો વચ્ચે આજે દુબઈમાં દમદાર મુકાબલો

28 October, 2021 05:25 PM IST  |  Dubai | Agency

આજે ઍરોન ફિન્ચની ઑસ્ટ્રેલિયન ટીમ પાસે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ આપી શકે એવી ટીમ છે, જ્યારે દાસુન શનાકાના શ્રીલંકા પાસે જે સ્પિનરો છે તેઓ કાંગારું બૅટર્સને મુશ્કેલીમાં મૂકી શકે.

ઑસ્ટ્રેલિયના પ્લેયરો ગઈ કાલે દુબઈમાં પ્રૅક્ટિસ કરવા આવ્યા હતા. જોકે, ફાસ્ટ બોલર સ્ટાર્કને કદાચ ગંભીર ઈજા થઈ હતી. એ.એફ.પી.

ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૧૨ રાઉન્ડમાં એક-એક મૅચ જીતેલી બે એવી ટીમો વચ્ચે આજે (સાંજે ૭.૩૦થી) ટક્કર છે જેમાંથી એક ટીમ ૨૦૧૪માં ચૅમ્પિયન બની હતી, જ્યારે બીજી ટીમે હજી સુધી ટ્રોફી જીતી નથી. શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેનો આ મુકાબલો ખૂબ રસપ્રદ બની શકે, કારણ કે બન્ને ટીમ આ રાઉન્ડમાં પોતાની પ્રારંભિક મૅચ મહામહેનતે જીતીને આવી છે.
રવિવાર, ૨૪ ઑક્ટોબરે શારજાહમાં શ્રીલંકાએ બંગલા દેશને ૭ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના ભોગે ૧૭૨ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો, જ્યારે આગલા દિવસે ઑસ્ટ્રેલિયા અબુ ધાબીમાં સાઉથ આફ્રિકા સામેના પહેલાં મુકાબલામાં ફક્ત બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી જીત્યું હતું. આજે ઍરોન ફિન્ચની ઑસ્ટ્રેલિયન ટીમ પાસે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ આપી શકે એવી ટીમ છે, જ્યારે દાસુન શનાકાના શ્રીલંકા પાસે જે સ્પિનરો છે તેઓ કાંગારું બૅટર્સને મુશ્કેલીમાં મૂકી શકે.

cricket news sports news sports