કડકનાથ ચિકન ખાય કોહલીઃ વૈજ્ઞાનિક

14 February, 2019 03:07 PM IST  | 

કડકનાથ ચિકન ખાય કોહલીઃ વૈજ્ઞાનિક

વિગન બની ચૂક્યા છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી

મધ્ય પ્રદેશમાં આવેલા ઍગ્રી સાયન્સ સેન્ટરના હેડે વિરાટ કોહલીને ગ્રિલ્ડ (શેકેલું) ચિકનને બદલે કડકનાથ ચિકન ખાવાની સલાહ આપી છે, કારણ કે એ આયર્નથી ભરપૂર છે તેમ જ એનું માંસ અને લોહી પણ કાળા રંગનું હોય છે. જાંબુઆમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડૉ. આઇ. એસ. તોમરે કહ્યું હતું કે ‘કડકનાથમાં કૉલેસ્ટરોલ ઓછું છે તેમ જ પ્રોટીન અને આયર્ન વધારે છે. પરિણામે ક્રિકેટરને આ પ્રકારનું ચિકન ખાવું જોઈએ.’

કોહલીએ થોડા સમય પહેલાં જ એક ચૅટ શોમાં કહ્યું હતું કે તે લંચમાં િગ્રલ્ડ ચિકન અને બટાટા ખાય છે. બીજી તરફ કોહલીએ તમામ પ્રકારનો માંસાહાર છોડીને વીગન ડાયટ અપનાવી લીધા હોવાના સમાચારો પણ છે. કડકનાથ મરઘાઓ એના કાળા રંગ અને પીછાને કારણે અલગ પડે છે. એનું કાળા રંગનું માંસ ખાવાના ઘણા ફાયદા પણ છે. આ પ્રકારના મરઘા મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તાર જાંબુઆ, અલિરાજપુર અને ધાર જેવા વિસ્તારોમાં જ થાય છે.

તોમરે ક્રિકેટ ર્બોડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ વિરાટ કોહલી તેમ જ ભારતીય ટીમ ગ્રિલ્ડ ચિકન ખાતી હતી, પરંતુ ગ્રિલ્ડ ચિકનમાં વધુ પડતા કૉલેસ્ટરોલ અને ચરબીને કારણે ટીમે એ ખાવાનું બંધ કરીને વીગન ડાયટ (શાકાહારી દૂધ પણ નહીં) પર છે, પરંતુ અમારું એક સૂચન છે કે કડકનાથ ચિકનમાં કૉલેસ્ટરોલ અને ચરબીનું પ્રમાણ ઘણું ઓછું છે તેમ જ પ્રોટીન અને આયર્નનું પ્રમાણ ઘણું ïવધારે છે.’

આ પણ વાંચોઃ ICC રેન્કિંગમાં વિરાટ કોહલી ટોચ પર યથાવત

પોતાના દાવાને સાચા સાબિત કરવા માટે સંસ્થાએ હૈદરાબાદમાં આવેલા નૅશનલ રિચર્સ સેન્ટરના રિપોર્ટને પણ ટાંક્યો હતો.

virat kohli team india board of control for cricket in india cricket news sports news