યુજવેંદ્ર ચહલે ખોલ્યા ડ્રેસિંગ રૂમના ભેદ, ધોની અને વિરાટ વિશે કહી આ વાત

29 September, 2019 10:05 PM IST  |  મુંબઈ ડેસ્ક

યુજવેંદ્ર ચહલે ખોલ્યા ડ્રેસિંગ રૂમના ભેદ, ધોની અને વિરાટ વિશે કહી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ખૂબ જ મજાકિયા સ્વભાવનો છે. તે મેદાનમાં હોય કે પછી બહાર તેમની મસ્તી ક્યારેય પૂરી થતી જ નથી અને કહેવાય છે કે ડ્રેસિંગ રૂમમાં તે ખૂબ જ મસ્તી કરતો હોય છે. પણ ચહલે પોતે એક ટીવી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં સૌથી વધારે મસ્તી કોણ કરે છે. ચહલે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમની કેટલીક બાબતો શૅર કરી છે અને જણાવ્યું કે ખેલાડીઓ ત્યાં કેવી મસ્તી કરતાં હોય છે.

ચહલે જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં અમે લોકો આજકાલ દમશરાઝ રમીએ છીએ અને તેનો પૂરેપૂરો શ્રેય અમારા સીનિયર ખેલાડીઓને જાય છે. ટીમના સીનિયર ખેલાડી અમને ક્યારેય અનુભવવા દેતા જ નથી કે કોણ યુવા અને જુનીયર ખેલાડીઓ છીએ. ટીમનો માહોલ એવો છે કે તમે કોઇ પણ ખેલાડી સાથે કોઇપણ સમયે વાતચીત કરી શકો. અમે માહી(ધોની) ભાઇ સાથે પબજી ગેમ રમીએ અને વાતો કરીએ છીએ. અમને ક્યારેય નથી લાગતું કે અમે મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરીએ છીએ. ટીમના સૌથી મોટા પ્રેન્કસ્ટર માહીભાઈ છે અને રોહિત ભૈયા પણ પાછળ નથી.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

એટલું જ નહીં ચહલે ટીમના કૅપ્ટન વિરાટ કોહલી વિશે કહ્યું કે, "વિરાટ ભૈયા સાઇલન્ટ કિલર છે. તે હંમેશા પોતાની મનમરજી કરે છે અને તેમને ખબર છે કે કોઇ તેમને જવાબ નહીં આપે. તે જ્યારે બીજા વચ્ચે બોલે છે ત્યારે પણ પોતાની જ વાતને મહત્વ આપે છે. તે હંમેશા ગીતો સાંભળે છે. શિખર ધવન અને વિરાટ કોહલી હંમેશા પંજાબી ગીતો જ ગાતા હોય છે." ચહલે વિરાટ વિશે વાત કરતાં આગળ જણાવ્યું કે, "ફિટનેસને લઇને તેમણે ટીમમાં જબરજસ્ત ફેરફાર કર્યા છે તે કેટલાય કલાકોની શૂટિંગ પછી પણ જિમ જાય છે. જો વિરાટના 30 ટકા ગુણ પણ મારામાં આવી જાય તો હું સારો ખેલાડી બની શકું છું."

Yuzvendra Chahal virat kohli mahendra singh dhoni ms dhoni cricket news