યુવીનો ધબડકો, ૨૭ બૉલમાં માત્ર ૧૪ રન

27 July, 2019 01:47 PM IST  |  મુંબઈ ડેસ્ક

યુવીનો ધબડકો, ૨૭ બૉલમાં માત્ર ૧૪ રન

યુવરાજ સિંહ

નવી દિલ્હી (જી.એન.એસ): હાલમાં જ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરનાર
સ્ટાર-ઑલરાઉન્ડર યુવરાજ સિંહ ગઈ કાલે કૅનેડાની ટી૨૦ લીગની પહેલી મૅચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તે ૨૬ બૉલમાં ૧૪ રન બનાવીને આઉટ થતાં યુવરાજના ચાહકોને ભારે નિરાશા થઈ હતી. યુવરાજની ટૉરોન્ટો નૅશનલ્સ ટીમે પહેલાં બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૯ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ

આના જવાબમાં વેનકુવર નાઇટ્સની ટીમે નિર્ધારિત લક્ષ્ય માત્ર ૧૮ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. આ મૅચમાં ક્રિસ ગેઇલ માત્ર ૧૨ રન બનાવી શક્યો હતો. ટૉરોન્ટો નૅશનલ્સ તરફથી રોડ્રિગો થોમસ ૪૧ રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે યુવરાજ પાસે પોતાની પ્રતિભા દેખાડવાની તક હતી પણ તે એનો ઉપયોગ નહોતો કરી શક્યો. યુવરાજે શરૂઆતમાં સંભાળીને રમવાની શરૂઆત કરીને ૨૬ બૉલમાં ૧૪ રન બનાવી લીધા હતા. આ સમયે એક બૉલમાં યુવરાજે સ્ટમ્પની અપીલ થતાં પહેલાં જ પૅવિલિયન પરત ફરી જવાનું નક્કી કર્યું હતું. હવે યુવરાજની ટીમ ટૉરોન્ટો નૅશનલ્સની આગામી મૅચ આજે ૨૭ જુલાઈએ એડમન્ટન રૉયલ્સ સાથે થશે.

sports news sports yuvraj singh