World Cup 2019:ગુજરાતના ખેલાડીઓ વિશે કંઈક આવું માને છે નિષ્ણાતો

16 April, 2019 04:34 PM IST  | 

World Cup 2019:ગુજરાતના ખેલાડીઓ વિશે કંઈક આવું માને છે નિષ્ણાતો

બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. 15 ખેલાડીઓની ટીમમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાનું સિલેક્શન થયું છે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતવા માટે આ ત્રણેય ખેલાડીઓનું ફોર્મમાં હોવું જરૂરી છે. ત્યારે વાંચો નિષ્ણાતો આ ત્રણેય ખેલાડીઓને કેટલા મહત્વના માને છે.

બુમરાહ અને હાર્દિકનો રોલ ઈમ્પોર્ટન્ટઃ તુષારભાઇ ત્રિવેદી
ગુજરાતના જાણીતા ગુજરાતી અખબાર નવગુજરાત સમયના સ્પોર્ટ્સ એડિટર તુષારભાઇ ત્રિવેદી કહે છે કે પહેલીવાર ગુજરાતની ટીમમાંથી વર્તમાનમાં રમી રહેલા ત્રણ ખેલાડીઓ વર્લ્ડકપમાં રમશે. એ ગર્વની વાત છે. તુષાર ત્રિવેદીનું માનવું છે કે રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ 11માં સ્થાન મળે એવી શક્યતા ઓછી છે. પરંતુ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાનું ફોર્મ બારત માટે મહત્વનું રહેશે. બેટિંગમાં જેટલો કોહલી મહત્વનો છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એટલું જ જસપ્રીત બુમરાહનું મહત્વ છે.

હાર્દિક પંડ્યાના સ્વિંગ થશે મદદરુપઃવલય બુચ
તો ગુજરાતના ક્રિકેટના ચાહક વલયભાઇ બુચનું પણ માનવું છે કે આ ટીમમાં રવિન્દ્ર જાડેજાની ખાસ જરૂર નથી. વલય બુચ કહે છે કે બેટિંગમાં જાડેજાનું ખાસ પર્ફોમન્સ નથી પરંતુ સ્પિન અને ફિલ્ડિંગના કારણે તેનું સિલેક્શન થયું છે. તો વલય બુચ હાર્દિક પંડ્યાને ભારત માટે મહત્વના ગણાવે છે. વલય બૂચના મતે હાર્દિક પંડ્યાના સ્વિંગ ભારતને જીત અપાવી શકે છે. સાથે જ જો બુમરાહ ફોર્મમાં હશે તો ભારતની જીતની તકો ઘણી વધી જશે.

આ પણ વાંચોઃ World Cup 2019:3 ગુજરાતીઓ પર છે ટીમ ઈન્ડિયાને જીતાડવાની જવાબદારી


ત્રણેય ખેલાડીઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જ જીતાડશેઃ સિદ્ધાર્થ છાયા
અમદાવાદમાં ઇછાપું ડોટ કોમના એડિટર સિદ્ધાર્થભાઇ છાયાનું કહેવું છે કે,'કોઇપણ વર્લ્ડ કપમાં હંમેશા દેશના ૧૫ શ્રેષ્ઠ ખેલાડીઓ જ ભાગ લેતા હોય છે એ ૧૫માં પણ જો ત્રણ ગુજરાતીઓ હોય તો ગુજરાતી તરીકે આપણને ગર્વ થાય જ. વળી આ ત્રણેય ગુજરાતી ક્રિકેટરોએ વર્લ્ડ ક્રિકેટમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે અને ત્રણેય અલગ પ્રકારનું ક્રિકેટ રમે છે. બુમરાહ હાલના ઇન્ટરનેશનલ ક્રિકેટનો શ્રેષ્ઠ ડેથ ઓવર બોલર કહેવાય છે. જ્યારે હાર્દિક પંડ્યા મિડીયમ પેસ બોલિંગ ઉપરાંત નીચલા ક્રમે અત્યંત આક્રમક બેટીગ કરે છે જ્યારે રવિન્દ્ર જાડેજા લેફ્ટ આર્મ સ્પિનર તેમજ ધોનીની જેમજ ફિનીશર તરીકે પણ ઓળખાય છે. આશા કરીએ કે આ અલગ અલગ ભૂમિકા ભજવતા આ ત્રણેય ગુજરાતી ક્રિકેટરો પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને ફરીથી વર્લ્ડ કપ જીતાડશે અને ગુજરાતના ગર્વમાં વધારો કરશે.'

jasprit bumrah ravindra jadeja hardik pandya cricket news sports news