ઇશાન્તના આવવાથી ઇન્ડિયન બોલિંગ વધુ સ્ટ્રૉન્ગ બની ગઈ છે: રૉસ ટેલર

20 February, 2020 01:36 PM IST  |  Mumbai Desk

ઇશાન્તના આવવાથી ઇન્ડિયન બોલિંગ વધુ સ્ટ્રૉન્ગ બની ગઈ છે: રૉસ ટેલર

ન્યુ ઝીલૅન્ડના રૉસ ટેલરનું કહેવું છે કે ઇન્ડિયાની ટીમમાં ઇશાન્ત શર્માનો સમાવેશ થતાં તેઓ વધુ સ્ટ્રૉન્ગ બની ગયા છે. રૉસ ટેલર આવતી કાલે પોતાના ટેસ્ટ કરીઅરની ૧૦૦મી મૅચ રમી રહ્યો છે. તે શાનદાર ફૉર્મમાં છે, પણ ટીમ ઇન્ડિયાને જરા પણ ઓછી નથી આંકી રહ્યો. પાછલા સપ્તાહમાં ફિટ જાહેર થયેલા ઇશાન્ત શર્મા ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શકે એમ છે, જ્યારે એ વિશે રૉસ ટેલરનું કહેવું છે કે ‘જો અમે ફક્ત બુમરાહને ધ્યાનમાં રાખીને રમશું તો કદાચ અમે તકલીફમાં મુકાઈ જઈએ. ઇન્ડિયાની સંપૂર્ણ બોલિંગ લાઇન-અપ ફેન્ટાસ્ટિક છે. ઇશાન્ત શર્માના આવવાથી તેઓ વધુ સ્ટ્રૉન્ગ બની ગયા છે. તેમની બૅટિંગ લાઇન-અપ પણ વર્લ્ડ ક્લાસ છે. તેમ છતાં, અમારે અમારી ગેમ ધ્યાનપૂ‍ર્વક અને અમારી સ્ટ્રૅટેજી પ્રમાણે રમવાની રહેશે જેથી કરીને અમે તેમને હરાવી શકીએ.’ 

sports sports news cricket news