છેલ્લી T20માં સારું પર્ફોર્મ કરીશું : શિવમ દુબે

10 December, 2019 01:28 PM IST  |  Thiruvananthapuram

છેલ્લી T20માં સારું પર્ફોર્મ કરીશું : શિવમ દુબે

શિવમ દુબે

બીજી ટી૨૦ મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે હારી ગયા બાદ ટીમ ઇન્ડિયાના પ્લેયર શિવમ દુબેએ સકારાત્મક અભિગમ સાથે કહ્યું કે છેલ્લી ટી૨૦માં અમે સારું પર્ફોર્મ કરીશું.

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી૨૦ મૅચમાં શિવમ દુબેએ પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી, પણ મહેમાન ટીમ જીતી જવાથી એ હાફ સેન્ચુરી એળે ગઈ હતી. આ વિશે વાત કરતાં શિવમે કહ્યું હતું કે ‘મારા માટે આ હાફ સેન્ચુરી ઘણી સ્પેશ્યલ છે, જે મારી ટીમ માટે છે, પણ મૅચ હારી જવાને લીધે હું ખુશ નથી. મૅચ જીતવું એ મારા માટે હાફ સેન્ચુરી કરતાં વધારે મહત્વનું હતું. હા, કેટલાક કૅચ અમે છોડ્યા, કેટલાક કૅચ તેમણે છોડ્યા. જો અમે એ કેટલાક કૅચ પકડ્યા હોત તો મૅચનું પરિણામ કંઈક જુદું જ હોત. મારા ખ્યાલથી અમે એક બેસ્ટ ટીમ છીએ અને છેલ્લી મૅચમાં અમે સારું પર્ફોર્મ કરીશું, કેમ કે મૂળ વાત સિરીઝ જીતવાની છે.’

cricket news sports news thiruvananthapuram west indies india