વેસ્ટ ઇન્ડીઝ ટી20 ઇતિહાસના સેકન્ડ લોએસ્ટ સ્કોર પર થયું ઑલઆઉટ

10 March, 2019 10:42 AM IST  | 

વેસ્ટ ઇન્ડીઝ ટી20 ઇતિહાસના સેકન્ડ લોએસ્ટ સ્કોર પર થયું ઑલઆઉટ

વિન્ડિઝનો સૌથી લોએસ્ટ સ્કોર

બેસેટેરના વૉર્નર પાર્ક ગ્રાઉન્ડમાં ઇંગ્લૅન્ડે ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટના ડબલ વલ્ર્ડ કપ ચૅમ્પિયન (૨૦૧૨ અને ૨૦૧૬) વેસ્ટ ઇન્ડીઝને ફક્ત ૪૫ રનના ટોટલમાં આઉટ કરીને ૧૩૭ રનથી વિજય મેળવીને ૩ મૅચની સિરીઝ ૨-૦થી જીતી હતી. ટૉસ જીતીને જેસન હોલ્ડરે પહેલાં બોલિંગ કરવાનો નર્ણિય લીધો હતો. એક સમયે ૫.૨ ઓવરમાં ૩૨ રનમાં ૪ વિકેટ ગુમાવનાર ઇંગ્લૅન્ડના જો રૂટ અને પ્લેયર ઑફ ધ મૅચ સેમ બિલિંગ્સે ૮૨ રનની પાર્ટનરશિપ કરીને જબરદસ્ત કમબૅક કર્યું હતું. પ્રવાસી ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા.

સિરીઝમાં ટકી રહેવા આ મૅચ વિન્ડીઝે જીતવી જરૂરી હતી. ૧૮૩ રનના ટાર્ગેટ સામે ક્રિસ ગેઇલ, શાઇ હોપ, ડેરેન બ્રાવો, નિકોલસ પુરન ૩.૫ ઓવરમાં ૧૪ રને આઉટ થઈ ગયા હતા. નવેમ્બરમાં ભારત સામે અટૅકિંગ બૅટિંગ કરનારા શિમરન હેટમાયર આઠમી વિકેટના રૂપે આઉટ થયો હતો. યજમાન ટીમના ફક્ત બે ખેલાડી ડબલ ફીગરમાં પ્રવેશ કરી શક્યા હતા. હેટમાયર અને કાર્લોસ બ્રેથવેટ ૧૦-૧૦ રન બનાવી શક્યા હતા જે તેમની ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર હતો. સંપૂર્ણ ટીમ ૧૧.૫ ઓવરમાં ૪૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્રીજી અને છેલ્લી મૅચ ભારતના સમય પ્રમાણે આજે રાતના દોઢ વાગ્યે રમાશે.

આ પણ વાંચોઃ ટેસ્ટ પછી વન-ડે સિરીઝ પણ ન જીતવા દીધી વેસ્ટ ઇન્ડીઝે

ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટના ટૉપ પાંચ લોએસ્ટ ટોટલ

ટીમ              સ્કોર    ઓવર  હરીફ ટીમ       તારીખ

નેધરલૅન્ડ્સ     ૩૯     ૧૦.૩   શ્રીલંકા         ૨૪ માર્ચ ૨૦૧૪

વેસ્ટ ઇન્ડીઝ     ૪૫     ૧૧.૫   ઇંગ્લૅન્ડ         ૮ માર્ચ ૨૦૧૯

નેપાલ           ૫૩     ૧૪.૩   આયરલૅન્ડ      ૧૩ જુલાઈ ૨૦૧૫

કેન્યા             ૫૬     ૧૮.૪   અફઘાનિસ્તાન  ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૩

ન્યુ ઝીલૅન્ડ      ૬૦     ૧૫.૩   શ્રીલંકા           ૩૧ માર્ચ ૨૦૧૪

england sports news cricket news