ખાલી સ્ટેડિયમમાં રમવાની અમને આદત છે : કાર્તિક

25 April, 2020 06:32 PM IST  |  Mumbai Desk

ખાલી સ્ટેડિયમમાં રમવાની અમને આદત છે : કાર્તિક

દિનેશ કાર્તિક

ક્રિકેટને ખાલી સ્ટેડિયમમાં રમાડવાની છેલ્લા કેટલાક સમયથી વાતો ચાલી રહી છે એવામાં કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન દિનેશ કાર્તિકનું કહેવું છે કે અમને ખાલી સ્ટેડિયમમાં રમવાની આદત છે. આ વિશે વધારે વાત કરતાં દિનેશ કાર્તિકે કહ્યું કે ‘અમારામાંથી ઘણા બધાને ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાની આદત છે, કારણ કે અમે એવી જ રીતે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા છીએ. સાંભળવામાં થોડું અજીબ લાગે છે, પણ અમે દર્શકો વગર આઇપીએલ નથી રમ્યા, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટ જરૂર રમ્યા છીએ. ઘણી વાર કૉમેન્ટેટરો જે કહેતા હોય છે એ સાંભળીને પ્લેયર પણ ખુશ થાય છે. મુદ્દાની વાત એ છે કે તેઓ પ્લેયર માટે કશુંક કહેતા હોય છે, કોઈ ખાસ વ્યક્તિ માટે નહીં. મને ઇયાન ચૅપલનો એક ઇન્ટરવ્યુ યાદ છે જેમાં તેમણે એક વખત કહ્યું હતું કે એક પ્લેયર તેમની પાસે દોડતો આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તમે મારા વિશે આમ કેમ કહ્યું? ત્યારે ચૅપલે જવાબ આપ્યો હતો કે તારું કામ રમવાનું છે અને મારું કામ બોલવાનું. તમે તમારું કામ સારી રીતે કરો.’

આઇપીએલ રમાડવા માટે એશિયા કપને ઍડ્જસ્ટ કરવામાં નહીં આવે : પીસીબીના સીઈઓ વસીમ ખાન

કોરોના વાઇરસને કારણે આઇપીએલની સીઝન અનિશ્ચિત કાળ માટે મોકૂફ રાખવામાં આવી છે. આઇપીએલ માણવા માટે અને ઍડ્જસ્ટમેન્ટ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે એવામાં પીસીબીના સીઈઓ વસીમ ખાને કહ્યું એશિયા કપ ને આઇપીએલ માટે ઍડ્જસ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. વસીમ ખાને કહ્યું કે અમારું ફોકસ એકદમ ક્લિયર છે કે સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ રમાડવામાં આવશે અને જો કોરોનાને લીધે સ્વાસ્થ્યના ઇશ્યુ હશે તો જ એશિયા કપ કૅન્સલ કરવામાં આવશે. આઇપીએલ માટે અમે એશિયા કપ પોસ્ટપોન નહીં કરીએ. મેં સાંભળ્યું છે કે એશિયા કપને નવેમ્બર-ડિસેમ્બરમાં યોજવા માટે ચર્ચા ચાલી રહી છે, પણ અમારા માટે એ શક્ય નથી. જો તમે એશિયા કપને ધ્યાનમાં રાખીને કોઈ એક દેશ માટે શેડ્યુલમાં ફેરફાર કરવા માગતા હો તો એ સારી વાત નથી અને એવી વાતને અમે સમર્થન પણ નહીં આપીએ.’

sports sports news cricket news dinesh karthik pakistan