ભારતની વિમેન્સ ક્રિકેટરોની T20માં સતત ચોથી હાર

10 March, 2019 10:30 AM IST  | 

ભારતની વિમેન્સ ક્રિકેટરોની T20માં સતત ચોથી હાર

ઈંગ્લેન્ડે કર્યો વ્હાઈટ વૉશ

ગુવાહાટીના બરસાપાડા સ્ટેડિયમમાં રમાયેલી T20 ઇન્ટરનૅશનલ સિરીઝની રોમાંચક છેલ્લી મૅચમાં ઇંગ્લૅન્ડની વિમેન્સ ક્રિકેટરોએ ભારતની ટીમને ૧ રનથી હરાવીને ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો. ઇંગ્લૅન્ડની કૅપ્ટન હીધર નાઇટે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નર્ણિય લીધો હતો. ૭.૨ ઓવરમાં ૫૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ પછી ૯૩ રનમાં ૬ વિકેટ ગુમાવતાં ઇંગ્લૅન્ડની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા. અનુજા પાટીલ અને હરલીન દેઓલ બન્નેએ ૧૩ રનમાં ૨-૨ વિકેટ લીધી હતી. એકતા બિશ્ટ અને પૂનમ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.

સ્મૃતિ મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ વચ્ચે બીજી વિકેટ માટે ૪૯ રનની કીમતી પાર્ટનરશિપથી ભારતે ૯.૧ ઓવરમાં ૫૯ રન બનાવ્યા હતા. ત્યાર બાદ મિતાલી રાજ ૧૩મી ઓવરમાં આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર ૩ વિકેટે ૮૭ રન હતો. સ્મૃતિ મંધાનાએ ૩૯ બૉલમાં ૮ ફોર અને ૧ સિક્સરની મદદથી ૫૮ અને વન-ડે કૅપ્ટન મિતાલી રાજે ૩૨ બૉલમાં ૪ ફોરની મદદથી નૉટઆઉટ ૩૦ રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે ૨ રનની જરૂર હતી ત્યારે ઇંગ્લૅન્ડની કેટી ક્રૉસે સતત બે વિકેટ લઈને ભારતને બૅકફૂટ પર ધકેલ્યું હતું. ભારત છેલ્લા બૉલમાં ૨ રન પણ બનાવી શક્યું નહોતું.

આ પણ વાંચોઃ આજે મોહાલીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી વન-ડે

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે સિરીઝમાં ભારતનો ૨-૧થી વિજય થયો હતો. T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારતની વિમેન્સ ટીમનો આ સતત ચોથો પરાજય હતો. આ પહેલાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ૮ વિકેટથી પરાજય થયો હતો.

cricket news sports news team india england t20