વેસ્ટ ઈન્ડિઝ વિશ્વની નંબર-1 ટીમ બનવા ઈચ્છે છે: હોલ્ડર

13 February, 2019 02:33 PM IST  | 

વેસ્ટ ઈન્ડિઝ વિશ્વની નંબર-1 ટીમ બનવા ઈચ્છે છે: હોલ્ડર

સૌજન્ય: ટ્વિટર

ઈંગ્લેન્ડ સામે 3 મેચોની ટેસ્ટને 2-1થી જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડર કહ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝને વિશ્વની નંબર 1 ટીમ બનતા જોવા ઈચ્છે છે. જણાવી દઈએ કે હાલમાં જ ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 232 રનથી હરાવ્યું હતું. જો કે ટેસ્ટ સિરીઝના કારણે વેસ્ટ ઈન્ડિઝ ઉત્સાહથી ભરપૂર છે. આ સિરીઝ જીત્યા પછી જેસન હોલ્ડર ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ છે.

હોલ્ડરે કહ્યું હતું કે, 'ટીમે ત્રણેય ફોર્મેટમાં સતત સારૂ પ્રદર્શન કરવું પડશે. અમારા બોલરોએ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે અને બેટ્સબેનો પણ પ્રયત્ન કરી રહ્યાં છે. અમારુ લક્ષ્યાંક ટીમને સર્વશ્રેષ્ઠ બનાવવાનો છે અને આ માટે અમારે સતત મહેનત કરવી પડશે'

 

આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ કોઈ પ્રયોગ નહીં કરે

 

1970-80ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો દબદબો હતો જ્યારે અત્યાર ટીમ ICCની રેન્કિંગમાં 8માં સ્થાને છે. અત્યારથી વર્લ્ડ કપ સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમ કોઈ ટેસ્ટ મેચ રમવાની નથી જો કે હવે તે ઈંગ્લેન્ડ સામે 5 વન-ડેની સિરીઝ રમશે જે વર્લ્ડ કપની દ્રષ્ટિએ ઘણી મહત્વની રહેશે.

cricket news england