ટેસ્ટ-રૅન્કિંગમાં વિરાટ ફરી એક વાર નંબર વન

05 December, 2019 01:27 PM IST  |  Mumbai

ટેસ્ટ-રૅન્કિંગમાં વિરાટ ફરી એક વાર નંબર વન

નસિમ શાહ

આઇસીસી ટેસ્ટ-રૅન્કિંગમાં ઇન્ડિયન સ્કીપર વિરાટ કોહલીએ ફરી ‍એક વાર નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથે પાકિસ્તાન સામેની સિરીઝમાં સારું પર્ફોર્મ કર્યું ન હોવાથી તેણે આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કોહલી ૯૨૮ પૉઇન્ટ્સ સાથે પહેલા ક્રમે જ્યારે સ્મિથ ૯૨૩ પૉઇન્ટ્સ સાથે બીજા ક્રમે છે. ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે પૂર્ણ થયેલી સિરીઝ બાદ જાહેર કરાયેલી લેટેસ્ટ રૅન્કિંગમાં આ બદલાવ જોવા મળ્યા છે. આ નવી રૅન્કિંગ પ્રમાણે ભારતનો મયંક અગરવાલ અત્યારે ટૉપ ૧૦માંથી બહાર થઈને બારમા સ્થાને પહોંચી ગયો છે. જોકે ટૉપ ૧૦માં હજી ભારતના ત્રણ ખેલાડી છે જેમાં વિરાટ સિવાય ચેતેશ્વર પુજારા ચોથા અને અજિંક્ય રહાણે છઠ્ઠા સ્થાને છે.
પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં જબરદસ્ત પર્ફોર્મન્સ કરવાને લીધે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વૉર્નરને ટેસ્ટ-રૅન્કિંગમાં સૌથી મોટો ફાયદો થયો છે. તે હાલમાં આ યાદીમાં ૭૬૪ પૉઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. બીજી બાજુ આ લિસ્ટમાં બેવડી સદી મારનાર જો રૂટ સાતમા અને ઑસ્ટ્રેલિયાનો માર્નસ લબુસેન આઠમા સ્થાને પહોંચી ગયો છે.
બોલર્સ-રૅન્કિંગમાં અત્યારે ઑસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ૯૦૦ પૉઇન્ટ સાથે પહેલા નંબરે છે.

virat kohli cheteshwar pujara