સૌરવ ગાંગુલી સાથે પહેલેથી જ મારી અન્ડરસ્ટૅન્ડિંગ સારી રહી છે : કોહલી

25 October, 2019 02:54 PM IST  |  મુંબઈ

સૌરવ ગાંગુલી સાથે પહેલેથી જ મારી અન્ડરસ્ટૅન્ડિંગ સારી રહી છે : કોહલી

સ્ટાઇલ હૈ બૉસ- વિરાટ કોહલી ગઈ કાલે મુંબઈમાં યોજાયેલી એક લક્ઝરી કારની ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટમાં તેણે ગાંગુલી સાથે ચર્ચા કરશે એવું જણાવ્યું હતું. તસવીર : સુરેશ કરકેરા

વિરાટ કોહલીનું કહેવું છે કે પહેલેથી જ મારું અને સૌરવ ગાંગુલીનું ટ્યુનિંગ સારું છે. ભારતીય ક્રિકેટ બોર્ડનો ચૅરમૅન બન્યા બાદ સૌરવ ગાંગુલીએ સૌથી પહેલાં વિરાટ કોહલીનાં વખાણ કરતાં તેને ટેકો આપવાનું જાહેર કર્યું હતું. આ વિશે વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે ‘હું તેની સાથે સારી ચર્ચા કરવા માટે આતુર છું. તે પહેલાં ઘણું ક્રિકેટ રમ્યો છે. તેને ખબર છે કે અમે કેવી પરિસ્થિતિમાં છીએ. ટીમને શાની જરૂર છે અને ઇન્ડિયન ક્રિકેટ માટે શું જરૂરી છે. અમારી વચ્ચે ખૂબ હેલ્ધી ચર્ચા રહેશે, કારણ કે તે પહેલાં ક્રિકેટ રમી ચૂક્યો છે અને અમે હાલમાં રમી રહ્યા છીએ. એથી અમારી વચ્ચે પહેલેથી એક અન્ડરસ્ટૅન્ડિંગ છે. મેં તેની સાથે ભૂતકાળમાં પણ ખૂબ સારી ચર્ચા કરી હતી અને આગામી ચર્ચા પણ સારી રહેશે એવી અપેક્ષા રાખી રહ્યો છું.’

virat kohli sourav ganguly cricket news sports news board of control for cricket in india international cricket council