આઇસીસી સ્પિરિટ ઑફ ક્રિકેટ અવૉર્ડ મળ્યો વિરાટ કોહલીને

16 January, 2020 03:40 PM IST  |  New Delhi

આઇસીસી સ્પિરિટ ઑફ ક્રિકેટ અવૉર્ડ મળ્યો વિરાટ કોહલીને

વિરાટ કોહલી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા ૨૦૧૯ માટે સ્પિરિટ ક્રિકેટ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ અવૉર્ડ માટે એના પર ઘણાં વર્ષોથી ધ્યાન અપાઈ રહ્યું હતું, પણ તેના કેટલાક ખરાબ વર્તનને કારણે તેને આ અવૉર્ડથી દૂર રાખવામાં આવ્યો હતો. આ અવૉર્ડની જાહેરાત થતાં કોહલીએ કહ્યું કે ‘કેટલાંય વર્ષો સુધી સ્ક્રૂટિનીમાં રહ્યા પછી મને આ અવૉર્ડ મ‍ળ્યો છે અને એ માટે આશ્ચર્ય છે.’

૨૦ વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુવિરાટ કોહલીએ ૨૦ વર્ષની ઉંમરે ૨૦૦૮માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. એ એવો સમય હતો જ્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ જેવા ધુરંધરો રમતા હતા. તેમના અન્ડરમાં ટ્રેઇનિંગ લીધા બાદ એ યુવાન આજે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો એક સફળ બૅટ્સમૅન અને કૅપ્ટન તરીકે ખ્યાતિ પામ્યો છે જેમાં કોઈ બેમત નથી.

ખાટા-મીઠા પ્રસંગો
ઑન ફીલ્ડ જે પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોની કૅપ્ટન કૂલ તરીકે ઓળખાય છે એ પ્રમાણે વિરાટ કોહલી મોઢા પર બોલનારો સ્પષ્ટ અને ગુસ્સાભર્યો પ્લેયર છે એ સૌકોઈ જાણે છે. સિડની ટેસ્ટ વખતે ક્રાઉડે કરેલાં સ્લેજિંગ હોય કે વર્લ્ડ કપ વખતે સ્ટીવન સ્મિથને સપોર્ટ કરવા દર્શકોને કરેલી સમજાવટ હોય, વિરાટ કોહલી આજે કહેવાતા ‘સ્પોઇલ્ડ બ્રેટ’થી અલગ જ પ્રતિભા ધરાવતો પ્લેયર બની ગયો છે. મજાની વાત એ છે કે કોહલી પણ દિગ્ગજ પ્લેયરોની જેમ આજે પોતાની વાણીથી નહીં, પણ પોતાના બૅટથી જવાબ આપવામાં નિપુણ બની ગયો છે.

આઇસીસી મેન્સ ક્રિકેટ અવૉર્ડ્સ

સર ગેરફીલ્ડ સોબર્સ ટ્રોફી ફૉર બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર : બેન સ્ટોક્સ (ઇંગ્લૅન્ડ)
ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર : પેટ કમિન્સ (ઑસ્ટ્રેલિયા)
વન-ડે ક્રિકેટર ઑફ ધ યર : રોહિત શર્મા (ઇન્ડિયા)
ટી૨૦ પર્ફોર્મન્સ ઑફ ધ યર : દીપક ચાહર (ઇન્ડિયા - બંગલા દેશ સામે ૬/૭)
ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર : માર્નસ લબુશેન (ઑસ્ટ્રેલિયા)
અસોસિયેટ ક્રિકેટર ઑફ ધ યર : કેયલ કોએત્ઝર (સ્કૉટલૅન્ડ)
સ્પિરરિટ ઑફ ધ ક્રિકેટર અવૉર્ડ : વિરાટ કોહલી (ઇન્ડિયા - ઓવલમાં સ્ટીવન સ્મિથની ટીકા કરતા દર્શકોને રોકવા બદલ)
ડેવિડ શેપર્ડ ટ્રોફી ફૉર અમ્પાયર ઑફ ધ યર : રિચર્ડ ઇલિંગવર્થ

આઇસીસીની વન-ડે અને ટેસ્ટ ટીમમાં કોહલી કૅપ્ટન

વન-ડે ટીમ

રોહિત શર્મા, શાઇ હૉપ, વિરાટ કોહલી (કૅપ્ટન), બાબર આઝમ, કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ

ટેસ્ટ ટીમ

મયંક અગરવાલ, ટૉમ લેધમ, માર્નસ લબુશેન, વિરાટ કોહલી (કૅપ્ટન), સ્ટીવન સ્મિથ, બેન સ્ટોક્સ, બી. જે. વૉટલિંગ (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નીલ વૉગનર, નૅથન લાયન

virat kohli international cricket council cricket news sports news