વાઇફને ટૂરમાં સાથે રાખવી કે નહીં એનો નિર્ણય લેશે કોહલી અને શાસ્ત્રી

20 July, 2019 11:23 AM IST  |  નવી દિલ્હી

વાઇફને ટૂરમાં સાથે રાખવી કે નહીં એનો નિર્ણય લેશે કોહલી અને શાસ્ત્રી

વિરૂષ્કા

સુપ્રીમ કોર્ટે અપૉઇન્ટ કરેલી કમિટી ઑફ ઍડ્‍મિનિસ્ટ્રેશને કૅપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને વિદેશ ટૂર દરમ્યાન વાઇફ અથવા ગર્લફ્રેન્ડને સાથે રાખવી કે નહીં એ નક્કી કરવાનો નિર્ણય લેવાનું કહેતાં બીસીસીઆઇ અને ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાને જબરદસ્ત આશ્ચર્ય થયું છે. લોઢા પૅનલના વિવિધ પ્રપોઝલ ભારતીય ક્રિકેટ બોર્ડનું નવું સંવિધાન બનાવવા માટે સીમાચિહ્‍ન સાબિત થયા છે. જોકે છેલ્લાં બે વર્ષમાં પરિસ્થિતિ બદલાતાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા નિરાશ છે.

આર. એમ. લોઢાએ મીડિયાને કહ્યું કે ‘આ વિશે હું શું કહીં શકું? બોર્ડના નવા રજજિસ્ટર્ડ સંવિધાન પ્રમાણે એથિક્સ ઑફિસર ડી. કે. જૈને આ બાબતે નિર્ણય લેવો જોઈએ. છેલ્લાં બે વર્ષમાં કોઈ પ્રગતિ થઈ નથી અને એ જોઈને ખરેખર દુ:ખ થાય છે. અમે ઇચ્છતા હતા કે સુપ્રીમ કોર્ટે અપ્રૂવ્ડ કરેલો રિપોર્ટ અમલમાં આવે. જોકે એવું કંઈ થયું નથી.’

આ પણ વાંચો : ધોનીના સંન્યાસ ને લઇને સૌથી મોટો અપડેટ જાણો શું છે તેમનો પ્લાન

બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે ‘વાઇફ અથવા તો ગર્લફ્રેન્ડને સાથે રાખવા કે નહીં એ નિર્ણય લેવાનો અધિકાર કૅપ્ટન-કોચને આપવો એ ક્લિયર કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો કેસ છે. કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટેરેસ્ટનો નિયમ એ છે કે જે નિર્ણય તમે લેતા હો અને એના લાભાર્થી તમે પોતે હો તો એ કૉન્ફ્લિક્ટ છે. મારા મતે કમિટી ઑફ ઍડ્‍મિનિસ્ટ્રેશન એ હવે એક ગ્રુપ છે જે પોતાના લક્ષ્યથી ભટકી ગયું છે. ઘણાબધા નિર્ણયો બોર્ડના નવા સંવિધાન અને લોઢા કમિટીના રિપોર્ટથી સાવ વિપરીત લેવાયા હતા. સીઓએએ હાલમાં અમુક નિર્ણયો લીધા હતા એના પરથી એવું લાગતું હતું કે તેઓ એપેક્સ કોર્ટથી ઉપર છે, કારણ કે અમુક નિર્ણયો માનનીય કોર્ટ જ લઈ શકે છે.’

virat kohli anushka sharma virat anushka cricket news sports news