ન્યુ ઝીલૅન્ડને ટોમ લૅથમની સેન્ચુરીથી રાહત મળી

25 August, 2019 11:44 AM IST  |  કોલંબો

ન્યુ ઝીલૅન્ડને ટોમ લૅથમની સેન્ચુરીથી રાહત મળી

ટોમ લૅથમ

ઓપનર ટોમ લૅથમે ૧૮૪ બૉલમાં નૉટઆઉટ ૧૧૧ રન બનાવીને ન્યુ ઝીલૅન્ડને શ્રીલંકા સામે સારી સ્થિતિમાં લાવી મૂક્યું હતું. બીજી અને છેલ્લી ટેસ્ટના ત્રીજા દિવસને અંતે પ્રવાસી ટીમે ૬૨ ઓવરમાં ૪ વિકેટે ૧૯૬ રન બનાવી લીધા હતા. લૅથમ સાથે વોટલિંગ ૨૫ રન બનાવીને નૉટઆઉટ હતો. પ્રવાસી ટીમ હજી ૪૮ રનથી પાછળ છે.

પી. સારા ઓવલ ગ્રાઉન્ડમાં ત્રીજા દિવસે શ્રીલંકાએ ૬ વિકેટે ૧૪૪ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. મુંબઈમાં જન્મેલા ન્યુ ઝીલૅન્ડના પેસર એજાઝ પટેલે દિલરુવાન પરેરાને ૧૭૧ના ટોટલે આઉટ કર્યો હતો. ધનંજય ડીસિલ્વાએ સુરંગા લકમલ સાથે મોટી પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૦૦ સુધી પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો : 359 રનના ટાર્ગેટ સામે રૂટને મળ્યો ડેન્લીનો સાથ

ડીસિલ્વાએ ૧૪૮ બૉલમાં ૧૬ ફોર અને બે સિક્સરની મદદથી ૧૦૯ રન બનાવ્યા હતા. તેણે ૨૭મી ટેસ્ટમાં પાંચમી સેન્ચુરી ફટકારી હતી. શાઇ હોપની જેમ બીજે વોટલિંગે પણ ઇનિંગમાં પાંચ કૅચ પકડ્યા હતા. જીત રાવલ (૦) અને કૅન વિલિયમસન (૨૦) જલદી આઉટ થયા પછી લૅથમે રોસ ટેલર (૨૩) અને વોટલિંગ સાથે સારી પાર્ટનરશિપ કરી હતી.

new zealand sri lanka cricket news sports news