ભારતને હરાવવાની સુવર્ણ તક બંગલા દેશ પાસે: VVS લક્ષ્મણ

01 November, 2019 12:33 PM IST  |  નવી દિલ્હી

ભારતને હરાવવાની સુવર્ણ તક બંગલા દેશ પાસે: VVS લક્ષ્મણ

VVS લક્ષ્મણ

ભારત અને બંગલા દેશ વચ્ચે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ત્રીજી નવેમ્બરથી શરૂ થવાની છે એવામાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂ‍ર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે આ ટી૨૦ સિરીઝમાં ભારતને ઘરઆંગણે હરાવવાની બંગલા દેશ પાસે સારી તક છે છતાં આ સિરીઝ ભારત ૨-૧થી જીતશે એવી ભવિષ્યવાણી પણ તેણે ભાખી છે.

એક મુલાકાતમાં આ સિરીઝ વિશે વાત કરતાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમને લીડ કરી રહ્યો છે. રોહિત અને કે. એલ. રાહુલ ફૉર્મમાં છે, પણ સામે શિખર ધવન પોતાને હજી ટી૨૦ ફૉર્મેટમાં સેટ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. વળી ઇન્ડિયન ટીમનો મિડલ ઑર્ડર નબળો હોવાનો ફાયદો મહેમાન ટીમ લઈ શકે છે. મારા ખ્યાલથી ત્રણેય મૅચમાં યુ‍ઝવેન્દ્ર ચહલને રમાડી શકાય. કૃણાલ પંડ્યા જેવા યુવા પ્લેયર પણ તક મળતાં પોતાની ટૅલન્ટ બતાવી શકે છે.’

આ પણ વાંચો : ડે-નાઇટ ટેસ્ટ બેસ્ટ, પણ ભેજ પ્રૉબ્લેમ: તેન્ડુલકર

બંગલા દેશ વિશે વાત કરતાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘બંગલા દેશ પાસે બૅટિંગ લાઇનઅપ સારી છે અને એના આધારે એ ભારતને ઘરઆંગણે કૉમ્પિટિશન આપી શકે છે. હા, બોલિંગ-ડિપાર્ટમેન્ટમાં મુસ્તફિઝુર રહીમે કમાલ કરવી પડશે, કેમ કે સ્પિનરોની સરખામણીમાં તેમના ફાસ્ટ બોલરો જોઈએ એટલા અનુભવી નથી.’

vvs laxman cricket news sports news india bangladesh