વિરાટસેના તેમને હરાવવા પર વધુ ફોકસ કરશે

26 January, 2020 12:54 PM IST  |  Mumbai Desk

વિરાટસેના તેમને હરાવવા પર વધુ ફોકસ કરશે

પહેલી ટી૨૦ મૅચ ગુમાવ્યા બાદ ન્યુ ઝીલૅન્ડ અને ઇન્ડિયા ફરી એક વાર આજે આમનેસામને થશે. સિરીઝમાં ૧-૦ની લીડ લીધા બાદ વિરાટસેના આ બીજી મૅચ પણ જીતીને સિરીઝ પર પોતાની પકડ વધારે મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે, જ્યારે કેન વિલિયમસનની ટીમ દરેક ડિપાર્ટમેન્ટમાં સુધારા સાથે સિરીઝમાં પોતાની જીતનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરશે.

વિરાટસેના જે પ્રમાણે ફૉર્મમાં ચાલી રહી છે એ જોતાં ટીમમાં ફેરફાર થવાની સંભાવના ઓછી છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડની ટીમમાં થોડાઘણા સુધારાની સંભાવના છે. ન્યુ ઝીલૅન્ડની બૅટિંગ લાઇનઅપમાં વધુ ફેરફાર ન કરે તો ચાલી જાય એમ છે, પરંતુ બોલિંગ-ડિપાર્ટમેન્ટમાં તેમણે વધારે કામ કરવાની જરૂર છે. વિલિયમસને પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા પ્લેયરો ઇન્જર્ડ હોવાને લીધે સિરીઝની બહાર છે અને છેલ્લા કેટલાક સમયથી ટીમ સાઉધી પણ ચર્ચાનો વિષય બન્યો છે. એવામાં ટીમ ન્યુ ઝીલૅન્ડ શું નિર્ણય અને સ્ટ્ર’ટેજી લઈને આગળ વધે છે એ જોવાનું રહેશે.

ટીમ ઇન્ડિયામાં વિકેટકીપરની જવાબદારી લોકેશ રાહુલના માથે જ રહેશે અને હિટમૅન રોહિત શર્મા પાસેથી ધુઆંધાર બૅટિંગની આશા રાખવામાં આવે એ સ્વાભાવિક છે.

sports sports news cricket news new zealand team india